સરકારની નિષ્ફળતા આવી સામે : 5 સેક્ટરમાં 16 લાખ લોકોએ નોકરી ગુમાવી, ભરતી મેળાઓનો ફિયાસ્કો

દેશમાં છવાયેલ મંદીને કારણે મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ ગઈ છે. અત્યારે એક સર્વેમાં ખુલ્યું છે કે, ગેરકાયદેસર ધંધાને કારણે દેશના 5 મહત્વના સેક્ટર્સ, ટેક્સટાઈલ, રેડિમેડ…

દેશમાં છવાયેલ મંદીને કારણે મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ ગઈ છે. અત્યારે એક સર્વેમાં ખુલ્યું છે કે, ગેરકાયદેસર ધંધાને કારણે દેશના 5 મહત્વના સેક્ટર્સ, ટેક્સટાઈલ, રેડિમેડ ગારમેન્ટ, સિગરેટ, મશીનરી પાર્ટ્સ અને ઈલેક્ટ્રોનિક કન્ઝ્યુમર્સના ક્ષેત્રમાં નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન જ 16 લાખ નોકરીઓને અસર થઈ છે. આમાંથી 5 લાખ નોકરીઓ તો ગેરકાયદેસર કારોબારને કારણે સીધી અસર પામી છે.

રિપોર્ટ અનુસાર, રેડિમેડ ગારમેન્ટ, તમાકુ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં મજૂરી સંબંધી નોકરીઓ મોટી સંખ્યામાં ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ અભ્યાસ Thought Arbitrage Research Institute (TARI) દ્રારા કરવામાં આવ્યો છે. આ રિપોર્ટને ભારતીય અર્થવ્યવસ્થા અને નોકરી પર સ્મગલિંગની ઈમ્પેક્ટ નામ આપવામાં આવ્યું છે.

આ અભ્યાસને FICCI અને CASCADE દ્રારા કમીશન કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે, ગેરકાયદેસર કારોબારને કારણે આ પાંચ સેક્ટર્સમાં રોજીરોટી સંબંધી લગભગ 16.36 લાખ નોકરીઓ ગઈ છે. આનું કારણ એ ઉદ્યોગોની પછડાટ અને ગુણાત્મક પ્રભાવ છે. અભ્યાસ અનુસાર, જે ઈન્ડસ્ટ્રી સીધા ઉત્પાદનની પ્રક્રીયા સાથે જોડાયેલ છે, તેમાં રેડિમેડ પ્રોડક્ટ્સના ભારતમાં ગેરકાયદેસર રીતે લાવવાથી 11 લાખ નોકરીઓ ગઈ છે. ફિક્કીના સલાહકાર પીસી ઝાએ જણાવ્યું કે. મેન્યુફેક્ચરિંગનું કામ જે ભારતમાં થવાનું હતું, તે ગેરકાયદેસર કારોબારને કારણે વિદેશમાં શિફ્ટે થઈ ગયું. આની અસર એ થઈ કે લોકોની નોકરીઓ ચાલી ગઈ. આની સાથે જ સરકારને મહેસૂલનું પણ નુકશાન વેઠવું પડ્યું, જે કાયદેસર ધંધાને કારણે સરકારને મળતું હોય છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકોરનું કહેવું છે કે, ગેરકાયદેસર કારોબારને કારણે ઉત્પાદનની કિંમતમાં ઉછાળો આવ્યો છે, સાથે જ આનાથી ટેક્સનું પણ નુકશાન થાય છે. આ સિવાયે નવી નોકરીઓ પેદા ન થતી હોવાને કારણે પણ ખરાબ ઉત્પાદન મળે છે. અનુરાગે ઠાકોરે એ પણ કહ્યું કે, ભારતીયોને અસલે અને નકલી ઉત્પાદનની ઓળખે શીખવી જોઈએ, જેથી નોકરીઓ અને પૈસાની બચત થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *