દેશની રાજકીય પાર્ટીના બેન્ક બેલેન્સ આવ્યા સામે, ભાજપનું બેન્ક બેલેન્સ જાણીને વિશ્વાસ નહીં થાય…

Published on: 8:26 am, Mon, 15 April 19

લોકસભાની ચૂંટણીના વાતાવરણમાં પ્રગટ થયેલી સત્તાવાર માહિતી મુજબ સૌથી વધુ પૈસા માયાવતીના બસપા પક્ષ પાસે છે. ખુદ બસપાએ 25 મી ફેબ્રુઆરીએ ચૂંટણી પંચને આપેલી માહિતી મુજબ એની પાસે 669 કરોડ રૂપિયા બેંક બેલેન્સ છે. બીજા ક્રમે મુલાયમ સિંઘ યાદવનો પક્ષ સપા 471 કરોડની બેંક બેલેન્સ સાથે આવે છે. કોઇને એમ લાગે કે કેન્દ્રમાં ભાજપનું શાસન છે એટલે ભાજપ પાસે વધુ બેંક બેલેન્સ હોવી જોઇએ. પરંતુ એવું નથી.  આ યાદીમાં ત્રીજા ક્રમે કોંગ્રેસ પક્ષ છે જેણે ચૂંટણી પંચને જણાવ્યા મુજબ એની પાસે 196 કરોડ રૂપિયા બેંક બેલેન્સ છે. ચંદ્રા બાબુ નાયડુના તેલુગુ દેશમ પક્ષની કુલ બેંક બેલેન્સ 107 કરોડ રૂપિયાની છે જ્યારે છેક છેલ્લા ક્રમે આવતા ભાજપની બેંક બેલેન્સ ફક્ત 82 કરોડ રૂપિયા હતી.

આ બેંક બેલેન્સ 2018ના ડિસેંબરની 13મી તારીખ સુધીની હતી. ત્યારપછીના આંકડા હજુ જાહેર થયા નથી. એક અન્ય રિપોર્ટ અનુસાર વર્ષ 2017 18 માં બીએસપી ની આવક 174 કરોડ રૂપિયાથી ઘટીને 52 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીની વર્ષ 2016 17 ની આવક  ૨૨૫ કરોડ ની હતી ભાજપ પાસે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસની તુલનામાં ખૂબ જ ઓછું બેન્ક બેલેન્સ છે, પરંતુ 2017 18 માં તેમને 1027 કરોડનું દાન મળ્યું હતું. ઓછું બેલેન્સ હોવાનું કારણ એ છે કે ભાજપે ચૂંટણીપ્રચારમાં સૌથી વધુ ખર્ચ કર્યો હતો.

રસપ્રદ વાત એ છે કે 2014ની લોકસભાની ચૂંટણી વખતે મુલાયમ સિંઘ યાદવના પક્ષની બેંક બેલેન્સ સાવ કંગાળ હતી. અત્યારે બીજા બધા પક્ષો કરતાં  વધુ બેંક બેલેન્સ ધરાવે છે એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં આ્ પક્ષે 2019ની સંસદીય ચૂંટણી માટે સારી એવી સંપત્તિ ભેગી કરી હતી.