હાલમાં સુરત સહિત આખા દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, હા દરમિયાન કોરોના દર્દીઓ ની વિશેષ સારસંભાળ લેવામાં આવી રહી છે.એવામાં સુરતથી મહાનગરપાલિકાની દર્દીઓના સારસંભાળ બાબતે ગંભીર બેદરકારી સામે આવી છે.
સુરતના ભાઠેના વિસ્તારમાં કોરોનાવાયરસ ના દર્દીઓ માટે નું ભોજન કચરા ની ગાડી માં લઇ જવામાં આવી રહ્યું છે. જે ખૂબ જ નુક્સાનદાયક છે. આ વિડીયો એક જાગૃત નાગરિકે વાઈરલ કર્યો હોવાનું બહાર આવ્યું છે જો કે આ વિડીયોની કોઈ પુષ્ટિ કરવામાં આવી રહી નથી.
સુરતના ભાઠેના વિસ્તારમાં કોવિડ કેર ના દર્દિ ને ભોજન કચરાની ગાડી માં ડિલેવરી કરવામાં આવી રહ્યું છે pic.twitter.com/VWg2WnMR7F
— Trishul News (@TrishulNews) August 16, 2020
આ ગાડીમાં એક બાજુ અત્યંત ગંધ મારતો કચરો છે તો બીજી બાજુ ભોજનના વાસણો પણ તે જ ગાડીમાં છે.હવામાન કોરાણા દર્દીઓની સારવાર કઈ રીતે કરતા હશે તે વિચારવું રહ્યુ.
આ વીડિયોમાં જોઇ શકાય છે તેમ એક સોસાયટીમાં આ વાહન ઊભેલું છે અને તેમાં એક બાજુ અત્યંત તો કચરો છે તો તે જ વાહનમાં બીજી બાજુ કોરોના દર્દીઓ માટે નું ભોજન રાખવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કે આ કેટલુ બેદરકારી પૂર્ણ વર્તન છે. ત્યાંના એક સ્થાનિક જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews