પોલીસકર્મી જ કરી રહ્યો હતો દારૂની હેરાફેરી- જુઓ કઈ રીતે થયો પર્દાફાશ

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ થોડાં દિવસથી દારૂની હેરાફેરી થતી હોય એવી ઘણી ઘટનાઓ હાલમાં સામે આવી રહી છે. રાજ્યમાં પણ થોડાં દિવસથી આવી ઘટનાઓમાં સતત વધારો જ થતો જાય છે.

અમદાવાદ શહેરમાં ગત થોડાં સમયથી દારૂની હેરાફેરી વધટી જાય છે. સ્થાનિક પોલીસ તથા PCB ઘણીવાર ચેકિંગને મજબુત કરીને દારૂના જથ્થાની સાથે આરોપીને પણ પકડી પાડે છે. વસ્ત્રાપુરમાંથી એવો દારૂનો જથ્થો પકડાયો છે, કે જે દારૂનો જથ્થો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલે જ આપ્યો હતો. આ જાણીને પોલીસનાં પણ હોશ પણ ઉડી ગયાં હતાં.

વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે જ જાણ મળી કે મેમનગર સ્ટર્લિંગ હોસ્પિટલની નજીક શકંબા ટાવરની આગળથી એક મારૂતી વિટારા બ્રેઝા કારમાં દારૂ ભરીને ઘણાં લોકો પસાર થવાનાં છે. જેનાંથી વોચ ગોઠવીને પોલીસે પ્લાસ્ટીકની બ્લુ કલરની થેલીમાં ભરેલ કુલ 236 બોટલનો જથ્થો પણ પકડી પાડ્યો હતો.

પોલીસે દારૂનાં જથ્થાની સહિત કારની સાથે કુલ 5.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.આરોપી કિશન પંચાલ, સચીન પંચાલ તેમજ ગોપાલ કાંતીલાલ દંતાણીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે આ જથ્થો તેઓને ભારતસિહ પારસિંહ ઝાલૈયા નામનાં વ્યક્તિએ ચંદલોડિયામાંથી કારમાં ભરીને આપ્યો હતો તથા મેમનગરમાં ઉતારવાનો પણ હતો.

દારૂ ભરાવનાર બીજો કોઈ નહિ પરંતુ આ ભારતસિંહ સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ જ નીકળ્યો છે. સોલા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કોન્સ્ટેબલને પહેલાં પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.આરોપી સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ ભારતસિંહ અગાઉ પણ ઘણી વખત આ દારૂનાં જથ્થાની સપ્લાય કરાવી ચુક્યો છે.

આ બાબતની તપાસ કરવાં માટે પોલીસે તેની તપાસ પણ હાથ ધરી છે. સોલા પોલીસ સ્ટેશનમાંથી કઈ બાબતે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો એ બાબતની પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ બધાં જ પ્રશ્નોનાં ઉત્તર તો એ પકડાય ત્યારબાદ જ પોલીસની તપાસમાં સામે આવશે.

પહેલાં પણ ઓઢવની પોલીસે દારુનાં જથ્થાની સાથે એક પોલીસકર્મીની ધરપકડ કરી હતી. કાયદાનાં રક્ષક જ કાયદાનું ઉલ્લંઘન શા માટે કરે છે એની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારી પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *