હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યું કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સખ્ત બંધોબસ્ત કરવામાં આવ્યો છે. ત્યારે હવે કોરોનાની નવી લ્હેર પોલીસ બેડામાં જ પ્રસરી રહી છે.
હાલમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી (Corona epidemic)એ ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશમાં હાકાકાર મચાવ્યો છે. ગુજરાતમાં રાજકારણી નેતાઓથી માંડીને ડોકટરો, વકીલો, કોરોના વોરયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
સૌથી મોટા ફોર્સ અમદાવાદ પોલીસ (Ahmedabad Police)નાં અનેક જવાનો કોરોના પોઝિટિ આવ્યા છે. ત્યાં જ આજે તો શહેરમાં આવેલ ચાંદખેડા પોલીસ મથકમાં (Chandkheda police station) PI શહિત 21 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા છે.
કોરોનાના બીજા તબક્કામાં હવે પોલીસ માટે પણ ચિંતાજનક સ્થિતી પેદા થઇ છે. છેલ્લા કેટલેકા દિવસથી અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. હવે કોરોનાનો આંકડો ઉછાળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ચાંદખેડા પોલીસ મથકમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહિં PI સહિત 21 પોલીસ કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ પોલીસર્મીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યની પોલીસને ખાસ તકેદારી રાખી કામ કરવાની સુચના આપવામાં આવી છે. અમદાવાદમાં કુલ 976 પોલીસકર્મીઓ અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે ત્યાં જ 11 પોલીસકર્મીના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં 872 પોલીકકર્મી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઇ ચૂક્યા છે ત્યાં જ હાલમાં 95 એક્ટિવ કેસ છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,11,257એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં કૂલ મૃત્યુઆંક વધીને 4004એ પહોંચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle