ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈને સસરાની જાગી ઉઠી હવસ, પુત્રવધૂ સાથે એવું કૃત્ય કર્યું કે પરણીતાએ કરી લીધો આપઘાત

અમદાવાદ(ગુજરાત): એક યુવતીએ 4 દિવસ પહેલા આપઘાત કર્યો હોવાની ઘટનામાં નવા ખુલાસા થયા છે. અન્ય કોઈ કારણ નહિ પણ યુવતીએ તેના સસરા તેની છેડતી કરતા…

અમદાવાદ(ગુજરાત): એક યુવતીએ 4 દિવસ પહેલા આપઘાત કર્યો હોવાની ઘટનામાં નવા ખુલાસા થયા છે. અન્ય કોઈ કારણ નહિ પણ યુવતીએ તેના સસરા તેની છેડતી કરતા હોવાનો આરોપ તેની માતાને જણાવી હતી. તેણે માતાને જણાવ્યું હતું કે, તેના સસરા ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોવે અને બીભત્સ દ્રશ્યો આવે તો તે ત્યાંથી જતી રહેતી પણ તેના સસરા તેને ત્યાં બેસાડીને તેના અડપલા કરતા હતા. છેવટે આ બધું સહન ન થતા યુવતીએ આપઘાત કર્યો હતો. જે અંગે યુવતીની માતાએ વેવાઈ વિરુધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સસરાની અટકાયત કરી છે.

આણંદ જિલ્લાના એક ગામમાં રહેતી 40 વર્ષના મહિલાના વર્ષ 1999 માં અમદાવાદમાં લગ્ન થયા હતા. આ મહિલાને લગ્ન જીવનથી 1 પુત્રીનો જન્મ થયો હતો. થોડા સમય પછી પતિ સાથે ઝઘડો થતા આ મહિલા તેના પિયર રહેવા લાગી હતી.દીકરીનો કબજો પણ પોતાની પાસે રાખ્યો હતો.

વર્ષ 2021 ના જાન્યુઆરી મહિનાના મહિલાની પુત્રીના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ યુવતી તેના પતિ, સસરા, બે જેઠ અને જેઠાણી સાથે રહેતી હતી. આ યુવતી જ્યારે પિયર જાય ત્યારે તેની આ ફરિયાદી માતાને સસરાની ફરિયાદ કરતી હતી.

યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, તે રસોડામાં કામ કરતી હોય ત્યારે કોઈ ઘરમાં ન હોય તો તેના સસરા રસોડા માં આવી તેની આસપાસ પડેલી વસ્તુઓ લેવાના બહાને તેના શરીરના અલગ અલગ ભાગે અડતા હતા. તેની માતાને યુવતીએ એવું પણ જણાવ્યું હતું કે, તેના સસરા વધારે ઘરે જ રહેતા હતા અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોતા હતા.

સિરિયલમાં કોઈ બીભત્સ સીન આવે તો યુવતી ત્યાંથી જતી રહેતી હતી ત્યારે તેના સસરા તેની પાસે બેસાડી દેતા હતા. પછી શરીરના અલગ અલગ ભાગો પર સ્પર્શ કરતા હતા. 14 જુલાઈના રોજ યુવતીની માતાને જાણ થઈ હતી કે, તેમની પુત્રી ઘરે દાદરા પરથી પડી ગઈ છે. જેથી પરિવાર અમદાવાદ યુવતીના સાસરાના ઘરે આવ્યા હતા. જ્યાં આવીને જોયું તો યુવતીએ આપઘાત કર્યો હતો અને તેની લાશ પલંગ પર પડી હતી.

યુવતીના પતિને આપઘાતનું કારણ પૂછતાં તેમને જણાવ્યું હતું કે, તેઓ કામકાજ માટે બહાર હતા અને યુવતીના સસરાએ જણાવ્યું હતું કે, તે શાહપુર ચશ્માં રીપેર માટે ગયા હતા. બપોરે જમવા માટે યુવતીનો ફોન આવ્યો ત્યારે સસરાએ સાંજે આવીશ તેમ કહ્યું હતું. બપોરે 2 3 ફોન પણ કર્યા હતા પણ યુવતી સાથે વાત થઇ ન હતી.

સસરા ઘરે આવ્યા ત્યારે તેમની પુત્રવધુ સૂતી હોવાનું માની તેઓ નીચે બેસી રહ્યા હતા. સાંજની રસોઈનો સમય થયો હતો છતાં યુવતી નીચે આવી ન હતી તેથી સામેવાળી છોકરીને બોલાવવા મોકલતા યુવતી ફાસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. તેથી યુવતીની માતાએ પુત્રીના સસરા વિરુધ છેડતી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપી સસરાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *