અમદાવાદમાં ઘરવાળીએ પતિનું જીવતા જગતિયું કરી નાખ્યું- લાખો રૂપિયા લઇને પત્નીએ પતિને ભિખારી બનાવી દીધો

અમદાવાદ(ગુજરાત): તાજેતમાં અમદાવાદમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ પાસે કોઈ કામ ધંધો ન રહેતાં પત્નીએ એક શખસ સાથે મળીને પતિ સાથે વિશ્વાસઘાત…

અમદાવાદ(ગુજરાત): તાજેતમાં અમદાવાદમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ પાસે કોઈ કામ ધંધો ન રહેતાં પત્નીએ એક શખસ સાથે મળીને પતિ સાથે વિશ્વાસઘાત કરી રૂપિયા મેળવવાનું કાવતરું ઘડ્યું હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઇ છે. આ મામલે પતિએ જ્યારે પત્ની તથા અજાણ્યા વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, મહિલા આરોપીએ તેના પતિને મધ્યપ્રદેશ ખાતે મોકલી દીધો હતો. ત્યારબાદ પતિનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવડાવી વીમા પોલિસીના આઠેક લાખ રૂપિયા મેળવી લીધા હતા અને બાદમાં ઘરમાંથી કાઢી મુક્યો હોવાનું સામે આવ્યું છે. જેથી પતિ રોડ ઉપર રહેવા મજબૂર બન્યો હતો. સમગ્ર બાબતને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મુળ મધ્યપ્રદેશના અને હાલ નરોડામાં રહેતા 48 વર્ષીય નિમેષભાઈ મરાઠી છેલ્લા બે મહિનાથી તેમના ભાઈ સાથે રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની નંદા છે જે હાલ ઘરકામ કરે છે. આ ઉપરાંત નિમેષભાઈને બે દીકરીઓ પણ છે. જાણવા મળ્યું છે કે, આજથી પંદરેક વર્ષ પહેલા નિમેષભાઈએ પરિવારના લાભ માટે એક કંપનીનો જીવન વીમો ઉતરાવ્યો હતો. જે વિમાનુ પ્રિમીયમ તેઓ ભરતા હતા. નિમેષભાઈની દીકરીઓના લગ્ન થઈ ગયા બાદ તેઓ તેમની પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. ત્રણેક વર્ષ પહેલાં નિમેષભાઈની પત્ની નંદાએ તેમને જણાવ્યું કે, હાલ તેમની પાસે કોઇ કામ ન હોવાથી મકાનનું ભાડું પોસાય તેમ નથી. ત્યારબાદ નંદાએ તેના પતિ નીમેષભાઈને મધ્ય પ્રદેશ ખાતે વતન જવાનું કહ્યું હતું.

નંદાએ તેના પતિ નિમેશભાઈને જણાવ્યું કે, તે તેની દીકરીના ઘરે રહેશે અને બોલાવે ત્યારે પરત આવજો અને તમને તમારો ખર્ચો હું મોકલી આપીશ. ત્યારબાદ, નિમેષભાઈ ત્રણેક મહિના જેટલું મધ્યપ્રદેશમાં રોકાયા હતા અને ત્રણ મહિના બાદ અમદાવાદ આવતા તેમની પત્નિ નંદાએ તેમની સાથે રાખવાનીના પાડી દીધી હતી અને ઝઘડો કરી નીમેષભાઈને ઘરમાંથી કાઢી મુક્યા હોવાનું સામે આવ્યું છે. બાદમાં નિમેષભાઈ રોડ ઉપર રખડતા હતા અને મજૂરી કરી પોતાનું પેટ ભરી ફૂટપાથ પર જ સૂઈ જતા હતા.

આ દરમિયાન, થોડા સમય પછી તેમને વાતો વાતથી ખબર પડી કે તેમની પત્નિ નંદાએ તેમનું મરણ સર્ટીફીકેટ બનાવી વીમા કંપનીમાં આ ડોક્યુમેન્ટ આપી વીમો મંજૂર કરાવી તેની આઠ લાખ જેટલી રકમ મેળવી લીધી છે. જેથી નિમેષ ભાઈએ આ બાબતે જન્મ-મરણ વિભાગ ખાતે જઇ તપાસ કરતા તેમને જાણવા મળ્યું કે, વર્ષ 2019ના માર્ચ મહિનામાં તેમનું મરણ સર્ટિફિકેટ બની ગયું હતું. જેથી તેઓને પાક્કી શંકા ગઈ હતી કે, તેમની પત્નીએ નિમેષભાઈનું મરણ સર્ટીફીકેટ બનાવી વીમા કંપનીમાં આપી વીમાની રકમ મેળવી લીધી હતી.

આ બાબતે નિમેષભાઈ દ્વારા તેમની પત્નીને પૂછપરછ કરતાં તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો અને ઝઘડો કરી ફરીથી તેમને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. તેથી હાલ, નિમેષભાઈની પત્ની નંદાએ કોઈ વ્યક્તિની મદદથી જીવન વીમાની રકમ મેળવવા કાવતરું રચી ખોટી રીતે મરણ સર્ટીફીકેટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વીમાની પોલિસી મેળવી નિમેષભાઈ સાચે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરતાં તેમણે આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ મામલે ગુનો નોધી તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *