સુરતમાં કોન્ટ્રકરની પત્ની સાથે મિત્ર બિલ્ડરએ આચરૂં દુષ્કર્મ- ઘેની પ્રદાર્થ પીવડાવી નગ્ન ફોટા પાડી વારંવાર ગુજાર્યો બળાત્કાર

સુરત(ગુજરાત): પુણામાં રહેતા કોન્ટ્રાક્ટરની 31 વર્ષની પત્નીને વેસુના 37 વર્ષના બિલ્ડરે ઘેનયુક્ત કોલ્ડ્રિંક્સ પીવડાવીને તેના નગ્ન ફોટા પાડી લીધા હતા. તેના પતિ અને સંતાનોને મારી…

સુરત(ગુજરાત): પુણામાં રહેતા કોન્ટ્રાક્ટરની 31 વર્ષની પત્નીને વેસુના 37 વર્ષના બિલ્ડરે ઘેનયુક્ત કોલ્ડ્રિંક્સ પીવડાવીને તેના નગ્ન ફોટા પાડી લીધા હતા. તેના પતિ અને સંતાનોને મારી નાખવાની અને આ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને બિલ્ડરે કોન્ટ્રાક્ટરની પત્ની પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી બિલ્ડર વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ આપતા પુણા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરુ કરી હતી.

વેસુમાં રહેતા 37 વર્ષના બિલ્ડર જીગર વિજય મહેતાની શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાંધકામ સાઇટ શરુ છે. જીગરે પુણામાં રહેતા કોન્ટ્રાક્ટર મનસુખને સરથાણાની સાઇટનું કામ આપ્યું હતું. વ્યવસાયિક કામથી જીગર અવાર-નવાર મનસુખના ઘરે આવતો હતો. તે દરમિયાન જીગરે મનસુખની પત્ની રંજના સાથે પણ પરિચય થયો હતો. જીગરે મનસુખના ફોનમાંથી રંજનાનો નંબર મેળવી તેને ગુડ મોર્નિંગ અને ગુડનાઇટના મેસેજ મોકલતો હતો.

એક દિવસે રંજના જ્યારે ઘરે એકલી હતી ત્યારે જીગર ત્યાં પહોંચી ગયો હતો. જીગરે તે સમયે ઘેનયુક્ત કોલ્ડ્રિંક પીવડાવી હતી. ત્યારે રંજનાને ચક્કર આવ્યા બાદ તે બેભાન થઇ ગઇ હતી. થોડાક દિવસ પછી જીગરે રંજનાને તેના નગ્ન ફોટા બતાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપી જીગર રંજનાને આ રીતે બ્લેકમેલ કરીને ઓયો રૂમ્સ હોટલ, શગુન, કેનાલ રોડ વેસુ, પિપલોદ, ઇ સ્પેસ ઓયો રૂમ્સ, તેવી અનેક જગ્યાએ તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. રંજનાએ જીગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. મંગળવારે રાત્રે પુણા પોલીસે જીગરને પકડવા તેના ઘરે ગયા હતા ત્યારે જીગર ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

આરોપી જીગરના રંજના સાથેના સંબંધો ઘનિષ્ઠ બનતા તેણીને વીડિયોકોલ કરી તેની સાથે લાંબી લાંબી વાતો કરતો હતો. જીગર વાત દરમિયાન રંજનાને તેના પતિ મનસુખ વિરુદ્ધ ભડકાવતો હતો. જેના કારણે રંજના અને મનસુખ વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *