હાલમાં જીપીએસસીની તૈયારી કરતી એક યુવતીને ફસાવી યુવકે તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને તેના પરિવારને વિશ્વાસમાં લઇ લાખો રૂપિયા પડાવ્યા હોવાની ઘટના નજરે આવી છે. પોલીસ દ્વારા દુષ્કર્મ, છેતરપીંડીની ફરિયાદ નોંધી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, પોલીસ જવાનની દીકરી સાથે દુષ્કર્મ આચરી છેતરપીંડી કરનાર આરોપી કુલદીપ જૈન અને આકાશ ચૌધરીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો બે વર્ષ પહેલા યુનિવર્સિટી પાસે એક કેફેમાં ભોગ બનાર યુવતી બેસવા ગઈ હતી, તે દરમિયાન કુલદીપ જૈન નામના યુવક સાથે તેની મિત્રતા થઈ હતી. જે બાદ બન્ને વચ્ચે પ્રેમસંબંધ બધાંયો હતો. આ દરમિયાન કુલદીપે યુવતીને કહ્યું હતું કે, હું આખો દિવસ ધંધાના કામથી બહાર રહું છું માત્ર રાત્રે જ ઘરે સુવા આવું છું, તો તારા ઘરે મને એક દિવસ રહેવા દેજે. જેથી કુલદીપને રાત્રે તેના ઘરે સુવા માટે યુવતીના માતા-પિતાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રેમસંબંધ નામે કુલદીપે યુવતીને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
આરોપી કુલદીપે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દીધા બાદ યુવતીના પરિવારને વિશ્વાસમાં લઇ આરોપી કુલદીપે ટુકડે-ટુકડે 7.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપી કુલદીપ દ્વારા ધંધામાં સારો નફો મળશે અને રોકાણ કરવાના બહાને પૈસા પડાવવામાં આવ્યા હતા. જ્યારે ભોગ બનાર યુવતીના પિતાના ક્રેડીટ કાર્ડમાંથી આરોપી તેના મિત્ર આકાશ ચૌધરીને પૈસા આપ્યા હતા. જ્યારે યુવતીના પરિવારે પૈસા પાછા માગતા કુલદીપ અને આકાશે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આરોપી કુલદીપે યુવતીની મોટીબેન પાસે 50 હજાર ધંધામાં રોકાણ કરવા લીધા જેની સામે 55 હજાર પાછા આપ્યા હતા. તેથી પરિવારને વિશ્વાસ આવતા તેમણે ટુકડે-ટુકડે કુલદીપને વધુ રૂપિયા આપ્યા હતા. આમ વિશ્વાસ કેળવી યુવતીની એક્ટિવા પણ આરોપી કુલદીપે ગીરવે મૂકી હતી અને 17 હજાર મેળવી લીધા હતા.
પોલીસ દ્વારા તપાસ કરતા આરોપી કુલદીપ બેકાર છે અને કોઈ કામ ધંધો પણ કરતો નથી. યુવતીના પરિવારજનોને આરોપી કુલદીપે કહ્યું હતું કે, મારા પિતાનું અવસાન થયું છે અને માતાએ બીજા લગ્ન કરી લીધા છે. જેથી હું એકલો પડી ગયો છું આમ કરી યુવતી સાથે પ્રેમ સબંધના બહાને દુષ્કર્મ આચરી છેતરપીંડી કરી છે. આ સમગ્ર ઘટના અમદાવાદના ઘાટલોડિયાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle