સુરતના માથાભારે રાહુલ ‘ફાઇટર’નો ‘તુમ સે મીલના બાતે કરના…’ ગીત સાથે દારૂ ભરતો વિડીયો વાઈરલ

Published on: 7:28 pm, Thu, 17 June 21

હાલમાં પોલીસ દ્વારા દારૂની હેરાફેરીના કિસ્સા સતત પકડી પાડતી હોય છે. મોટા ભાગે જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં દારૂ પીવાના અને પાર્ટી કરતા વિડીયો વાઈરલ થતા રહે છે. આ દરમિયાન તાજેતરમાં જ સુરતના અડાજણ વિસ્તારમાં કુખ્યાત અને નામચીન વ્યક્તિએ દારૂનો ગ્લાસ ભરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોબાળો મચ્યો છે. જોકે, પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી સુરતમાં કાયદો અને તેની પરિસ્થિતિ સતત કથળી રહી છે. કારણ કે, સુરતના લોકો સતત કાયદો અને તેની વ્યવસ્થાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. જાહેરમાં જન્મદિવસની ઉજવણી હોય કે પછી કરોના ગાઇડલાઇન હોય સતત લોકો આ નિયમો તોડી ગયા છે. આ દરમિયાન સુરતના વરાછા વિસ્તારના ફાઈટર ગ્રુપના રાહુલ ફાઇટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ વીડિયોમાં જોવા મળે છે કે, ફાઇટરે હાથમાં ગ્લાસ રાખી દારૂ ભર્યો છે અને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ પણ કર્યો છે. જોકે, આ વીડિયો કઈ જગ્યાએ બનવવામાં આવ્યો છે તેની અમે કોઈ પુષ્ટિ કરતા નથી. રાજ્યમાં દારૂબંધી છે ત્યારે આ વીડિયો રાજ્ય બહારનો પણ હોઈ શકે છે.

આ દરમિયાન દારૂ પીવાનો વીડિયો વાયરલ થયો છે તેને લઈને હાહાકાર મચી ગયો છે. જાણવા મળ્યું છે કે, રાહુલ ફાઇટર નામનો આ વ્યક્તિ જેનો વિડીયો વાયરલ થયો છે તે ભૂતકાળમાં પણ વિવાદોમાં ઘેરાયેલો હતો. આ ઉપરાંત તેનો પોતાના જન્મદિવસે હવામાં ફાયરિંગ કરવાનો એક સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.