અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં આ જગ્યાએ માર્ચમાં કાળઝાળ ગરમી અને એપ્રિલમાં કરા સાથે વરસાદ

રાજ્યમાં હાલ તો બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. માર્ચ મહીનાથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે. પરંતુ ઉનાળામાં વિપરીત હવામાન…

રાજ્યમાં હાલ તો બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. માર્ચ મહીનાથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે. પરંતુ ઉનાળામાં વિપરીત હવામાન રહેવાની શકયતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં 27થી 28માં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા થશે. જેની અસર ગુજરાતમાં થશે. એટલે કે, ઠંડા પવનને કારણે લઘુતમ તાપમાન ઘટશે અને રાત દરમિયાન ઠંડીનો અહેસાસ થશે.

માર્ચ મહિનાની શરુઆતમાં ઠંડા પવન ફૂંકાશે. પરંતુ, મહત્તમ તાપમાન યથાવત રહશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ડીસા અને નલિયામાં 14થી 15 માર્ચ બાદ તાપમાન વધશે. 15 માર્ચ બાદ કેટલાક ભાગમાં 41થી 42 તાપમાન રહેવાની સંભાવના છે.

સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં તો ગુજરાતમાં અગન વર્ષા થાય છે. મહત્તમ તાપમાન ઊંચું જવાના કારણે લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરતા હોય છે. પરંતુ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ મહિનામાં દેશના કેટલા ભાગમાં કરા સાથે તેમજ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. જેની અસર ગુજરાતના તાપમાન પર પણ થઇ શકે છે. તેમજ ગલ્ફ તરફથી આંધી ભર્યા પવન ફૂંકાય. જેના કારણે ઉત્તર ગુજરાત, રાજસ્થાનના કેટલાક ભાગે ધુળિયું વાતાવરણ રહશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવ્યું છે કે, મે મહિનામાં તાપમાન 45 ડિગ્રી રહેશે અને ઘણા ભાગોમાં રેકોડ બ્રેક ગરમી પડશે. પરંતુ મેં મહિનામાં પ્રિ મોન્સૂન ગતિવિધિઓ વધશે અને તેની સીધી અસર ચોમાસાના વરસાદ પર પડશે. અમદાવાદ, ડીસા, વડોદરા, દાહોદ, ઇડર, સુરત, ભાવનગર, ભુજ,નલિયા,પોરબંદર, રાજકોટ, જૂનાગઢના વિસ્તારોમાં આકરી ગરમી પડશે. તેમજ રાજસ્થાનના અનેક ભાગોમાં ભારે ગરમી પડી શકે છે. જેની અસર ગુજરાતના તાપમાન પર થશે. એટલે ઉનાળામાં પણ વાતાવરણ વિપરીત રહેવાની શકયતા છે. માર્ચ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ રહશે. તો એપ્રિલ મહિનામાં ધૂળ ભરી આંધી ફૂંકાશે અને મેં મહીનામાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *