ગુજરાતની આ હોસ્પિટલમાં પુરતો ઓક્સીજન ન મળતા આઠ દર્દીઓના થયા તડપી તડપીને મોત

કોરોના મહામારીથી બચવા આજે દરેક લોકો થતા પ્રયત્નો કરી રહ્યા છે, હવે લોકો સમજી ગયા છે કે, પાણી હવે માથા ઉપરથી વહેવા લાગ્યું છે. કોરોનાએ…

કોરોના મહામારીથી બચવા આજે દરેક લોકો થતા પ્રયત્નો કરી રહ્યા છે, હવે લોકો સમજી ગયા છે કે, પાણી હવે માથા ઉપરથી વહેવા લાગ્યું છે. કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, જો કોઈને પણ કોરોના આવ્યો હોય અને હોસ્પિટલમાં દાખલ થયા હોય તો, તેમના ઘરે પાછા આવવાની સંભાવના હાલ ખુબ જ ઘટી ગઈ છે. કારણ કે કોરોના મહામારી ગયા વર્ષ કરતા પણ આ વર્ષે વધારે વકરી છે.

આ દરમિયાન ભાવનગરની સર ટી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સોમવારે બપોરે ઓક્સિજન પ્રેશર લો થઇ જતા આઠ દર્દીઓ મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યુ છે. સર ટી.ના ટ્રોમા સેન્ટરમાં ધડાધડ એક મૃત્યુના કેસ વધતા હાહાકાર મચી ગયો હતો. કોરોનાની પરિસ્થિતિ સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગરમાં પણ સતત વકરી રહી છે. સરકારી તંત્રમાં કોઇ સંકલન રહ્યું નથી અને પત્તાના મહેલની માફક ધરાશાયી થયું છે. સારવાર-સગવડ-સંકલનના અભાવે દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે.

રાજકીય પક્ષના નેતાઓ, કાર્યકરો મોતનો તમાશો નિહાળી રહ્યા છે. કોઈ કોઈનું રહ્યું નથી. આ ઉપરાંત સર ટી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીઓ સાજા પણ થઇને બહાર આવી રહ્યા છે, પરંતુ તેનાથી વધુ આ વોર્ડના દર્દીઓને ભાગે જે યાતનાઓ આવે છે તેના વડે તેઓ જીવતાં મોત ભાળી જાય છે. કોવિડ વોર્ડમાં સોમવારે બપોરે ઓક્સિજન પ્રેશર લો થઇ જતાં 13 દર્દી તડફડિયાં મારવા લાગ્યા હતા અને તે પૈકી 8નાં મોત થયાં હોવાનું સર ટી. હોસ્પિટલનાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જાણવા મળ્યું છે કે, આ દરમિયાન બાયો મેડિકલ એન્જિનિયર દ્વારા ઓક્સિજન સપ્લાઇ અંગેનું મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

લાંબા સમયથી મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અવિરતપણે ફરજ બજાવી રહ્યા હોવાથી હવે ક્યાંક તેઓના માનસમાં પણ લાપરવાહી પ્રવેશી છે. કોવિડના દર્દીઓને સર ટી. હોસ્પિટલમાં લાવ્યા પછી ઇમર્જન્સીમાં ચેક-અપ અને ત્યારબાદ વોર્ડમાં લઇ જવા સુધીની પ્રક્રિયાઓમાં ફરજ પરના કર્મીઓના વાણી-વર્તનથી દર્દી અને તેના સગા સંબંધીઓ ધીરજ ગુમાવી બેઠા છે. આવા અસંખ્ય બનાવ સિવિલ હોસ્પિટલમાં બની રહ્યા છે. પરંતુ તંત્ર પણ નિષ્ઠુર બની ગયું છે, સામાન્ય દર્દીઓનું સાંભળવા વાળું પણ કોઇ રહ્યું નથી.

ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક ક્ષેત્રે પરવડે નહીં, તેથી તેઓ સિવિલ હોસ્પિટલના શરણે જાય છે, અહીં પણ તેઓને સગવડો મળતી નથી. એક બારીથી બીજી બારી, એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ખખડધજ્જ સાધનોથી દર્દી ખાટલે પહોંચે ત્યાં સુધીમાં તો વ્યક્તિ અધમૂવો થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *