અમદાવાદમાં સગા ભાઈએ જ ભાઈનું ઢીમ ઢાળી દીધું- કારણ માત્ર એટલું હતું… સામે આવ્યા CCTV

અમદાવાદ (Ahmedabad): ધોળે દહાડે ખૂન ખરાબાની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે આવી વધુ એક ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા અમદાવાદ શહેર માંથી સામે…

અમદાવાદ (Ahmedabad): ધોળે દહાડે ખૂન ખરાબાની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે આવી વધુ એક ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા અમદાવાદ શહેર માંથી સામે આવી છે. અમદાવાદમાં ધોળે દહાડે તેમ જાહેરમાં ખૂની હુમલા થઈ રહ્યા છે જાણે લોકોને પોલીસનો કોઈ જ ખોફ જ ના હોય. ત્યારે ગઈકાલે અમદાવાદ શહેરમાં આવેલા બાપુનગર અજીત મિલ વિસ્તારમાં સગા ભાઈ ઉપર ભાઈએ હુમલો કરતાં કરુણ મોત થયું છે.

ભાઈએ જ ધોળા દહાડે ખુલ્લેઆમ જાહેરમાં ભાઈની હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બે ભાઈઓ વચ્ચે સામાન્ય બોલાચાલીમાં મોટી બબાલ થઈ જતાં જીવલેણ હુમલો કરી દીધો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત ભાઈને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો ત્યાં તેનું મોત થયું છે. રોડ પર ખુલ્લેઆમ હુમલાની આ ઘટનાથી આજુબાજુના રહીશો પણ ગભરાઈ ગયા છે.

અમદાવાદમાં આવેલા બાપુનગરમાં અનિલ સ્ટાર્ચની બાજુ માં રાધારમણ ફ્લેટમાં રહેતા કનુભાઈ ચંદુભાઈ પટણી બપોરના લગભગ એક વાગ્યા આસપાસ સોસાયટીના ગેટ પાસે હતા. તે સમયે તેમના ભાઈ આવ્યા અને ગાળાગાળી કરી હતી. ગઈકાલે લગભગ ચાર વાગ્યાની આસપાસ પરેશભાઈ ચંદુભાઈ પટણી અને તેની દીકરો મેહુલ ગેટ પાસે ઊભા હતા તે સમયે તેના ભાઈ અને સાળા લોકો આવ્યા હતા અને બંને પક્ષે બોલાચાલી અને ગાળા ગાળી કરી હતી. જાહેરમાં જ સોસાયટીના ગેટ પર મારામારી થઈ હતી.

આજુબાજુના લોકો પણ આ ઘટનાથી હતપ્રભ બની ગયા હતા. ઘટના વધુ વકરતા સુરેશ ચમનભાઈ પટણી, દિનેશ ચંદુભાઈ પટણી, સુરેશ તેમજ જયેશ પટણી સહિતના અન્ય લોકો કનુભાઈ તથા તેમના ભાઈ સાથે ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. પરેશભાઈ પટણી, કનુભાઈ પટણી અને મેહુલભાઈ આ હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઘટનામાં પરેશભાઈને વધુ ઈજા થતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓનું મોત થયું હતું. ગાલ પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે. બાપુનગર પોલીસે આ ઘટનામાં પાંચ આરોપીની ધરપકડ પણ કરી છે. જેમાં મૃતક વ્યક્તિના મોટાભાઈ અને તેમનો દીકરો અને તેમના સાળાનો સમાવેશ થાય છે. બાપુનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *