ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં દારૂબંધીનો કડકાઈથી અમલ થાય તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસ(Gujarat Police)ના માથે છે પરંતુ જો ગામને કાયદો શીખવનારી પોલીસ જ આ દારૂના દૂષણમાં ફસાયેલી હોય તો બીજાનું શું કહેવું રહ્યું? જણાવી દઈએ કે, અમદાવાદ(Ahmedabad)માં ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ પોલીસ ચોકીમાં જ એક કાંડ કરી નાંખ્યો છે. જે હાલ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાને જોતા તો એવું લાગી રહ્યું છે કે, રાજ્યમાં દારૂબંધીનાં લીરેલીરા ખુદ કાયદાના રક્ષકો જ ઉડાવી રહ્યા છે.
View this post on Instagram
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેર પોલીસના જવાનો નવરંગપુરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પોલીસ ચોકીમાં જ દારૂ પીતાં અને પાર્ટી કરતા રંગેહાથ ઝડપાયા હતા. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂની પાર્ટીનો પર્દાફાશ થતા ચારેબાજુ આ મુદ્દો એક ચર્ચાનો વિષય બન્યો છે. સ્ટેડિયમ ટ્રાફિક ચોકીમાં પોલીસકર્મીઓ દ્વારા દારૂની પાર્ટી યોજવામાં આવી હતી, જે રંગેહાથ ઝડપી પાડવામાં આવી છે. અહીં ટ્રાફિક પોલીસના જવાનો કોઈની બીક રાખ્યા વિના ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પોલીસ ચોકીમાં સ્ટેડિયમ બીટ ચોકીના ASI કાંતિ સોમાભાઈ દારૂ પીતા ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની સાથે ASI સહિત 4 જવાનો ચોકીમાં બિન્દાસ્ત પણે દારૂની પાર્ટી કરી રહ્યા હતા. જેમાં TRB જવાન સોનુ પાલ, રાકેશ પટણી, દિનેશ પટણીના નામ બહાર આવ્યા છે. ઝડપાયેલા જવાનો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવશે અને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે, મોડી રાત્રે ફરજ પૂર્ણ કરીને પોલીસ ચોકીમાં જ દારૂની પાર્ટી કરી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.