હાલ કોરોની મહામારીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ જે એશિયાની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાની એક છે.ત્યારે આ હોસ્પિટલમાં વખતો વખત એવી ઘટનાઓની સાક્ષી બનેલી છેકે અહીં અનેકોવાર હચમચાવી દે તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે.
છેલ્લા ઘણા સમયથી કોરોનાનું કાળચક્ર ફરી વળ્યુ છે ત્યારે કોરોના કાળમાં સિવિલમાં તૈયાર કરાયેલી 1200 બેડની હોસ્પિટલ્સમાં રોજેરોજ એવા કરૂણ દ્રશ્યો સર્જાય છે જે જોઇને કોઇનું પણ દિલ દ્રવી ઉઠે. તંત્રના ચોપડે ભલે 12 થી 15 મોત દર્શાવાય. એ પણ આખાયે ગુજરાતમાં, પણ વાસ્તવિક આંકડાઓ ઘણા વરવા હશે તે આ દ્રશ્યો પરથી પ્રતિત થાય છે અમદાવાદની સિવિલમાં જાણે મોતનું તાંડવ સર્જાયુ હોય તેવી રહી.
અહીં શબવાહીનીઓની સતત અવરજવર રહે છે અને મોતના સમાચાર મળતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડતા સ્વજનોના દ્રશ્યો. આ દ્રશ્યો સિવિલ હોસ્પિટલમાં જાણે રોજના દ્રશ્યો બની ગયા છે. કોરોનાથી પરિવારજનનું મોત થઇ જાય ત્યારબાદ સિવિલના પટાંગણમાં આક્રંદની એવી કરૂણ ચીસો સંભળાય છે કે કોઇનું પણ હૃદય વેદનાથી ભાંગી પડે.
સિવિલ હોસ્પિટલમાં રોજની 15 થી 16 લાશો બહાર નીકળે છે. જે દર્શાવે છેકે સિવિલ હોસ્પિટલમાં કેવી પરિસ્થિતી ગંભીર હશે.શબવાહીનીઓની સતત અવરજવર મોતના આંકડાઓ ખૂબ ઉંચા હોવાનું સાબિત કરે છે.પરંતુ તંત્રએ જાણે કોરોનાની વાસ્તવિક્તા છૂપાવાનો નિર્ધાર જ કરી લીધો હોવાની લાગણી હવે દરેક લોકોને થઇ રહી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle