અમદાવાદઃ કર્ફ્યૂ દરમિયાન પણ પોલીસ બની રોફ જમાવ્યો, આઇ કાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો

સુરત શહેરમાં કોરોનાનો કહેર વધતા રાત્રીના 9થી સવારનાં છ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કર્યો છે. તેમજ કર્ફ્યૂનો કડકપણે અમલ થાય એ માટે પોલીસ દ્વારા રાતનાં 9 વાગ્યા પછી બિનજરૂરી રીતે બહાર નીકળતાં વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે.

જો કે, ઘણા અસામાજી તત્વો એનો ગેરલાભ ઉઠાવી રહ્યા હોય એવું લાગે છે. પોલીસમાં નોકરી ન કરતા હોવા છતાં પોલીસની ઓળખ આપીને રૂપિયા પડાવ્યા હોય તેવો વધારે એક ઘટના સામે આવી છે. સાબરમતી વિસ્તારમાં પોલીસની ઓળખ આપી કારચાલકને રોકી એની પાસે લાયસન્સ માંગવું એક યુવાનને ભારે પડ્યું છે.

મૂળ ઇડરમાં રહેતા કીર્તિરાજસિંહ હાડા દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, તેઓ તેમનાં મિત્રોની સાથે અંબાજી દર્શન કરવા ગયા હતા. એ પછી રાતનાં 8 વાગ્યાની આજુબાજુ અંબાજીથી નીકળી અમદાવાદ આવતા હતા. રાતનાં 2 વાગ્યે કીર્તિરાજસિંહ ત્રાગડ રોડ નજીક પહોંચ્યા તે સમયે એક બાઈક ચાલકે કાર ઊભી રખાવી હતી.

બાઈક ચાલકે કાર ઊભી રખાવી કીર્તિરાજસિંહ નજીક ડ્રાઈવિંગ લાઇસન્સ માગતાં તે દારૂ પીધેલી હાલતમાં હોવા અંગેની શંકા ગઈ હતી. કીર્તિરાજસિંહ દ્વારા બાઈક ચાલકને મજાક નહીં કરવાનું જણાવ્યું હતું. બાઈકચાલક દ્વારા તેની પોલીસ તરીકે ઓળખ આપવામાં આવી હતી.

તેથી કીર્તિરાજસિંહે આઈકાર્ડ માગતાં તે ભાગવા જાય તે અગાઉ] કીર્તિરાજસિંહે તેને ઝડપી પાડ્યો હતો. એ પછી કીર્તિરાજસિંહે પોલીસને બોલાવતાં એની પૂછપરછ કરતાં પોલીસનું ડુપ્લિકેટ આઇકાર્ડ મળ્યું હતું.

એમાં ગુજરાત પોલીસ નામ મહેશભાઈ માવજીભાઈ ચૌધરી, હોદ્દો અ લો ર બ. ન 12205 અમદાવાદ. જન્મ તારીખ 01/06/1993 તેમજ માન્ય 30/12/2022 ઇશ્યુ કરનાર અધિકારી તરીકે એ.સી.પી. ડી.વી.પટેલ સાહેબનાં હોદ્દા વાળું સહી સિક્કા વાળું આઇ કાર્ડ મળ્યું હતું.

આરોપીની પૂછપરછ કરતા એનું નામ સુનીલ પંચાલ તેમજ મૂળ બનાસકાંઠાનો રહેવાસી હોવા અંગેનું જાણવા આવ્યું છે. અત્યારે પોલીસે આ સમગ્ર મામલે વધારે પૂછપરછ ચાલુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *