ધામધૂમથી ઉજવી ‘બર્થડે પાર્ટી’ અચાનક 22 લોકો બની ગયા કોરોનાનો શિકાર – જાણો કયાની છે આ ઘટના

બર્થડેની પાર્ટીમાં મેજિક કેન્ડલને ફૂંક મારવાના અવારનવાર પ્રયત્નોને લીધે પાર્ટીમાં હાજર 22 જેટલા પરિવારના સભ્યો તેમજ મિત્રોને કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે. નારણપુરામાં એક પરિવારે સોમવારના…

બર્થડેની પાર્ટીમાં મેજિક કેન્ડલને ફૂંક મારવાના અવારનવાર પ્રયત્નોને લીધે પાર્ટીમાં હાજર 22 જેટલા પરિવારના સભ્યો તેમજ મિત્રોને કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે. નારણપુરામાં એક પરિવારે સોમવારના રોજ બર્થડે પાર્ટી માટે નિકટનાં પરિવાર સભ્યો તેમજ મિત્રોને બોલાવ્યા હતા. જે યુવકનો બર્થડે હતો તેની માતાએ ઉજવણી પહેલા કેક કાપવાની તેમજ કેન્ડલને ફૂંક મારવાની ના કહી હતી, પરંતુ પરિવારનાં ઘણા સભ્યો યુવકની મસ્તી માટે મેજિકલ કેન્ડલ લાવ્યા હતા.

યુવક કોરોના પોઝિટિવ હોવા અંગે અજાણ હતો
મેજિકલ કેન્ડલને લીધે અવારનવાર જોરથી ફૂંક મારવા છતાં પણ તે કેન્ડલ ઓલવાતી નહોતી. કેક જે રૂમમાં કાપવામાં આવી હતી એ રૂમમાં બેઠેલા મોટાભાગનાં લોકોએ માસ્ક પહેર્યાં ન હતાં, જેને લીધે 5 દિવસમાં 22 લોકોને કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પાર્ટીમાં આવેલ, પણ બીજી રૂમમાં બેઠેલા બધાં સભ્યોનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જે યુવકનો બર્થ ડે હતો તે કોરોના પોઝિટિવ હોવા અંગે અજાણ હતો તેમજ તે યુવક કોરોના પોઝિટિવ આવતાં તેણે સમય સૂચકતા વાપરીને પાર્ટીમાં આવેલ બધાં લોકોને ફોન કરીને કોરોના ટેસ્ટ કરાવવા માટે જાણ કરી હતી. યુવકની માતાએ કેક નહોતી ખાધી, જેથી તેને કોરોના ન થયો. તેમનાં સિવાય બધાં પરિવારજનોને કોરોના પોઝિટિવ આવ્યો હતા.

કોરોના પોઝિટિવ આવતાં આ યુવકે ફોન કરી બધાને કોરોના રીપોર્ટ કરાવવા માટે કહ્યું
બર્થડે કેક કટિંગ બાદ બહાર ગાર્ડનમાં સંગીત પાર્ટી પણ હતી. સંગીત પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખુરશી મૂકી હતી. બર્થ ડે પાર્ટીમાં કુલ 40 થી 50 જેટલા લોકો એકઠા થયા હતા, પણ ઘણા લોકોએ ડિનર લેવાનું ટાળીને ફક્ત સંગીત પાર્ટીમાં જ હાજરી આપી હતી. તે લોકોએ મોંએ માસ્ક પણ પહેર્યાં હતાં તેમજ તેમણે સમૂહમાં ખાવાનું ટાળ્યું હતું તે બધાં મિત્રોએ પણ કોરોના રીપોર્ટ કરાવ્યા હતા. તેમનાં કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.

વધારે 4 વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટ
મ્યુનિ.એ 4 જેટલા વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂક્યા છે. જ્યારે 2 જેટલા વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી મુક્ત કર્યાં છે. અમદાવાદમાં હાલ 89 જેટલા વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *