હાલમાં યુવતીઓની છેડતી તથા બળાત્કાર જેવા કિસ્સા અવારનવાર સામે આવે છે. આ દરમિયાન વધુ એક આવી ઘટના અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં બનતા હોબાળો મચ્યો છે. વાડજ વિસ્તારમાં નવ વર્ષની બાળકી સાયકલ લઈને તેના માતા-પિતાની દુકાન પાસેથી પસાર થતી હતી. તે દરમિયાન ગેરેજવાળા એક વ્યક્તિએ તેને બોલાવી અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. ગભરાઇ ગયેલી બાળકીને અન્ય લોકો જોઈ ગયા હતા જેથી ગેરેજવાળાને લોકોએ રંગેહાથ ઝડપી પડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો.
મળતી માહિતી મુજબ, જુના વાડજમાં રહેતા 35 વર્ષીય મહિલા તેમના પતિ સાથે પેપર પસ્તીની દુકાન ચલાવે છે. તેઓને સંતાનમાં પાંચ બાળકો છે જેમાં એક નવ વર્ષની બાળકી ધોરણ-3માં અભ્યાસ કરે છે. અને તે તેના માતા-પિતાની સાથે દુકાને બેસે છે. ગુરૂવારના રોજ આ મહિલા તેનો પતિ તથા દીકરી દુકાન ઉપર ગયા હતા અને બાદમાં દુકાન ખોલી વેપાર ધંધો કરતા હતા.
ત્યારે તેમની 9 વર્ષની દીકરી સાયકલ લઈને આમતેમ આંટા મારતી હતી. આ દરમિયાન બપોરના સુમારે જ ત્યાં સોસાયટીમાં રહેતા એક મહિલા તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, તેમની દીકરીને ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર સાયકલ ઉપર બેસાડી ગેરેજવાળા ભાઈ શારીરિક અડપલા કરી રહ્યા હતા. જેથી આ મહિલાએ બૂમાબૂમ કરતા બ્લોકના માણસોએ તે વ્યક્તિને પકડી પાડયો હતો.
જેથી બાળકીની માતા ત્યાં ગઈ હતી અને ગેરેજવાળા ભાઈને જોઈ પોતાની બાળકી રડતી હોવાથી તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, તે સાયકલ ચલાવતી હતી તે વખતે ગેરેજ વાળા કાકાએ સીડી નીચે બોલાવી હતી અને બાળકી જ્યારે અંદર ગઈ ત્યારે ગેરેજ વાળા કાકાએ તેના કપડા ઉતર્યા અને શરીર ઉપર અલગ અલગ ભાગે હાથ ફેરવ્યો હતો. આ અંગે તમામ લોકો એ ભેગા થઈને પોલીસને જાણ કરતા વાડજ પોલીસ દ્વારા આરોપી મોતી કનોજીયા નામના આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.