અમદાવાદના આ માઈભક્તે અંબાજીમાં કર્યું આટલા કિલો સોનાનું દાન, જાણી ચોંકી ઉઠશો

અંબાજી મંદિરમાં અવાર નવાર બધા ભક્તો માતાના ચરણોમાં દાન કરતા રહે છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં શક્તિની આરાધનાના પવિત્ર નવરાત્રિ પર્વના સાતમના પવિત્ર દિને શ્રદ્ધાળુ માઈભક્ત દ્વારા એક કિલો સોનું જગદંબાના શ્રીચરણોમાં ભેટ કરી જગદંબાના આર્શીવાદ મેળવ્યા હતા.

શક્તિના આરાધનાના પવિત્ર નવરાત્રિ દરમિયાન સમગ્ર ગુજરાતભરમાંથી મા અંબાના ભક્તોનો દર્શન માટે ભારે ઘસારો રહે છે. સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝ સહિતની કોરોનાની મહામારીને લઈને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થી શ્રદ્ધાળુ માઈભક્તો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે.

નવરાત્રિના પવિત્ર સાતમના દિવસે અમદાવાદના નવનીતભાઈ શાહ નામના શ્રદ્ધાળુ દાતા દ્વારા જગદંબાના ચરણોમાં સો ગ્રામના દસ બિસ્કુટ થઈ એક કિલો સોનું ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું. 52 લાખ 70 હજાર રૂપિયાની કિંમતનું સોનાનો ટેમ્પલ ઈન્સ્પેક્ટર સત્તીશ ગઠવી દ્વારા સ્વીકાર કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરમાં દાન આવવા પર મંદિર ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. સુવર્ણમય યોજનામાં અત્યાર સુધી મંદિરને ૧૫૪ કિલો ૧૩૪ ગ્રામ અને ૮૪૯ મિલીગ્રામ સોનું મળ્યું છે. જેમાંથી ૧૪૦ કિલો ૫૨૨ ગ્રામ, ૮૩૦ મિલીગ્રામ સોનાનો ઉપયોગ કરાયો છે. જ્યારે ૧૩ કિલો ૬૧૨ ગ્રામ જેટલું સોનું દેવસ્થાન ટ્રસ્ટના ભંડારમાં જમા હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *