ગુજરાત: દહેજ માટે પતિ અને સાસરિયા એટલી હદે હેરાન કર્યા કે કિસ્સો સાંભળી માથું જુકી જશે

છેલ્લા ઘણા સમયથી વાત કરીએ તો ઘરેલું હિંસાના (Domestic violence) કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે.  એમાં પણ દહેજની માંગણી ને લઈને અનેક ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદ શહેરનાં મેઘાણીનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2010માં તેના લગ્નના ત્રણ મહિના બાદ તેના પતિએ તેના ચારિત્ર્ય પર શંકા રાખીને તેની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો. આ બાબતની જાણ મહિલાએ ફક્ત તેના માતા-પિતા ને કરી હતી. મહિલાને તેના લગ્નજીવનમાં  દીકરાનો જન્મ થયો હતો. ત્યારબાદ 31 ઓક્ટોબર 2019ના દિવસે મહિલાએ તેના પતિના મોબાઈલમાં whatsapp મેસેજથી પતિનું અન્ય એક યુવતી સાથે અફેર હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી ફરિયાદી મહિલાએ આ બાબતની જાણ એના સાસુ સસરાને કરી હતી. તેને લઈને મહિલાના પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો. અને કહ્યું હતું કે તારા માતા-પિતાએ દહેજમાં કશું આપ્યું નથી. તારા માતા-પિતાને ત્યાંથી દહેજમાં રૂપિયા પાંચ લાખ લઇ આવ તો જ તને સારી રીતે રાખીશું. નહિતર ઘરમાંથી કાઢી મૂકીશું.

ત્યારબાદ 8 મી જુલાઈના દિવસે આ મહિલા તેની બહેન સાથે વાત કરી રહી હતી ત્યારે તેના સસરા અને પતિ ત્યાં આવ્યા હતા અને કહ્યું હતું કે તારે કોઈની સાથે સબંધ રાખવાનો નહિ અને પિયર જવાનું નહીં. આમ કહીને સાસુ, સસરા અને પતિએ તેણે માર મારીને તેને ઉપલા માળેથી નીચે ફેકી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *