અમદાવાદ(ગુજરાત): અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં પૂર્વ પતિએ જ તેની પત્ની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વિંઝોલ ક્રોસિંગ પાસે આવેલી સુખ સાગર સોસાયટીમાં રહેતી હેમા મરાઠી નામની મહિલાને તેના જ પૂર્વ પતિ અજય ઠાકોરે ચપ્પુના 27 ઘા મારીને હત્યા કરી હોવાનો સામે આવ્યું છે. યુવતીના હાલના પતિ મહેશ ઠાકોરએ આ બાબતે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, હેમા મરાઠીએ થરા ગામમાં રહેતા અજય ઠાકોર સાથે પહેલા લગ્ન કર્યા હતા. તે દરમિયાન દોઢ વર્ષ પહેલા તેને મહેશ ઠાકોર સાથે પ્રેમ થયો હતો. ત્યારે મહિલાએ પોતાના પતિ અજય ઠાકોરને છૂટાછેડા આપ્યા હતા અને પોતાના 2 બાળકો અજયને આપીને મહેશ ઠાકોર સાથે ચોટીલા મંદિરમાં ફુલહાર કર્યા હતા. ત્યારથી મહિલા મહેશ ઠાકોર સાથે રહેતી હતી. બુધવારે રાતના સમયે હેમાના ઘરે તેનો પૂર્વ પતિ અજય ઠાકોર તેમજ તેના બે મિત્રોએ જઈને ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી હતી.
આ સમગ્ર ઘટના પડોશીએ નરી આંખે જોઈને મૃતક યુવતીના પતિને જણાવી હતી. જેથી આ મામલે મહેશ ઠાકોરે એક યુવતી સહિત 4 વ્યક્તિઓ સામે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ઇકો કારમાં આવેલા મૃતક યુવતીનો પૂર્વ પતિ અને તેના બે મિત્રો અને એક યુવતીની આ ઘટનામાં સંકળાયેલા હોવાનું સામે આવતા વટવા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ કરીને યુવતીના હત્યારા પતિની ધડપકડ કરી છે. અને અન્ય મિત્રોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.