GSEB 10th Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ (SSC Result 10th Result 2023) જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 10નું પરિણામ (Class 10 SSC Result) આજે એટલે કે 25 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ બાજુ અમદાવાદ (Ahmedabad)માંથી એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે, જે જાણીને તમે પણ દંગ રહી જશો.
પિતા-પુત્રની જોડીએ સાથે આપી હતી પરીક્ષા:
અમે તમને જણાવી દઈએ કે, એક પિતા અને પુત્ર બંનેએ એક સાથે ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને બંનેનું એક સાથે જ પરિણામ આવ્યું છે. આ પરિણામમાં પુત્રને 69% આવ્યા તો પિતાને 45% આવ્યા છે અને બંને 10માની પરીક્ષામાં ઉતીર્ણ થયા છે.
બાપ-દીકરાની જોડીએ ધોરણ 10 બોર્ડમાં મારી બાજી
કમાવવાને કારણે છૂટી ગયું હતું ભણતર:
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં આવેલી ડીપી સ્કૂલમાં પટ્ટાવાળાની ફરજ નિભાવતાં વીરભદ્રસિંહ સિસોસીદા 42 વર્ષના છે અને નાનપણમાં જવાબદારી સાથે કમાવવાને કારણે તેમનું ભણતર છૂટી ગયું હતું.
10માનું ફૉર્મ ભરો હું તમને પ્રેક્ટિસ કરાવીશ- દીકરાના શબ્દો…
મહત્વનું છે કે, વીરભદ્રસિંહ સિસોસીદા આ વિશે વાત કરતાં કહે છે કે, ‘જ્યારે પુત્ર 10મા ધોરણમાં આવ્યો ત્યારે દીકરાએ હિંમત આપી હતી અને આ સાથે જ શાળામાંથી પણ કહ્યું કે, આ શક્ય છે કે તમે પરીક્ષા આપી શકો છો. ત્યારબાદ દીકરાએ જણાવતા કહ્યું હતું કે, 10માનું ફૉર્મ ભરો હું તમને પ્રેક્ટિસ કરાવીશ અને ધીમે-ધીમે મને ફરી એકવાર પરીક્ષા આપવાની હિંમત આવી ગઈ. મે થોડું શાળામાંથી શીખ્યું અને મારા દીકરાએ મારી મદદ કરી આ રીતે અમે બંનેએ 10મા ધોરણની પરીક્ષા પાસ કરી.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.