“કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો…” – MBBSનો અભ્યાસ કરતી 21 વર્ષની વિદ્યાર્થીનીએ કોલેજની હોસ્ટેલ ફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન

Ahmedabad girl death in adani medical college hostel: આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે, ત્યારે વધુ એક આપ્ઘ્તની ઘટના ગુજરાત રાજ્યના કચ્છ માંથી સામે આવી છે. અદાણી મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અમદાવાદની એક યુવતીએ સવારે પોતાના રૂમમાં ફાંસો લગાવીને આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. મળેલી માહિતીઓ અનુસાર આ દીકરી ભણવામાં પણ ખુબજ હોશિયાર હતી, તેમ છતાય અચાનક આવું પગલું ભરી લેતા સૌ કોઈ અચંબિત છે. જયારે આ બનાવ અંગે પરિવારને જાણ થઇ ત્યારે તેઓ અમદાવાદથી તરતજ ભુજ દોડી આવ્યા હતા. પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે બનાવ પાછળનું રહસ્ય હોસ્ટેલની ચાર દીવાલોમાં કેદ થઈ ગયું છે.

અમદાવાદના નરોડાની મૂળ અને હાલ જી. કે. જનરલ હોસ્પિટલમાં આવેલી અદાણી મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી દેવાંગી મયુરભાઈ પટેલ (ઉંમર વર્ષ 21) એ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. બુધવારે સવારે લગભગ 7.30 કલાકે દેવાંગી રૂમમાં હતી જેથી 8 થી 11 વાગ્યાના સમયમાં બનાવ બન્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. અગમ્ય કારણોસર દેવાંગીએ પોતાની રૂમમાં પંખા પર દુપટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

સૂત્રો પાસેથી મેળલી માહિતી અનુસાર માનસિક તણાવ, ચિંતા જેવા લક્ષણો જોવા મળતાં દેવાંગીને સાયકિયાટ્રીસને બતાવ્યા બાદ તે દવા લેતી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન એવું લાગી રહ્યું છે કે, તણાવમાં આવીને દેવાંગીએ આ પગલું ભર્યા હશે. આ બનાવને પગલે હોસ્ટેલના વિદ્યાર્થીઓ દિવસભર બહાર નીકળ્યા ન હતા.

દેવાંગીના પિતા મયુરભાઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, વાવાઝોડા પછી દીકરીને મુંઝારો થવા લાગ્યો હતો, તેથી તેને ઘરે અમદાવાદ બોલાવી લીધી હતી અને ઘરે આવ્યા બાદ બધું બરોબર થઈ ગયું હતું. જયારે દેવાંગીએ કયું કે તેને હવે કોલેજ પરત જવું છે ત્યારે ન જવા માટે સમજાવી હતી પણ પરીક્ષા આવે છે અને નઈ જાવ તો ભણતર બગડશે તેમ કહીને તેણે જવાનું કહેતા એકલી ટ્રેનમાં આવી હતી. વધુ વાત કરતા મયુરભાઈએ કહ્યું કે, હજી માનવામાં નથી આવી રહ્યું કે, દીકરીએ આત્મઘાતી પગલું ભરી લીધું છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *