હાલમાં રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી એક કરુણ ઘટના સામે આવી રહી છે. અમદાવાદમાં આવેલ વિશાલા નજીક હાઇરાઇઝ બિલ્ડીંગ પરથી નામાંકિત કોચિંગ ક્લાસ ચલાવી રહેલ શિક્ષકે મોતની છલાંગ મારી છે. પાર્થ ટાંક નામના શિક્ષકે હાઇરાઇઝ બિલ્ડીંગના 14મા માળ પરથી કૂદીને આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી નાંખ્યું છે.
વાસણા પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. મળી રહેલ જાણકારી મુજબ સવારમાં તેઓ જીમમાં ગયા હતા. ત્યારબાદ તેમણે બિલ્ડીંગના 14મા માળ પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. હજુ સુધી આત્મહત્યા કરવાં પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
મહત્વની વાત તો એ છે કે, તેઓ ધરણીધર વિસ્તારની ઉપરાંત બીજા વિસ્તારમાં પણ મેથ્યના કોચિંગ ક્લાસ ચલાવી રહ્યાં હતા. પાર્થ ટાંકને માનસિક બીમારી હોવાંથી તેઓએ આ અંતિમ પગલું ભર્યું છે. આ અંગે ACP ડિવિઝન વિનાયક પટેલના જણાવ્યા મુજબ પાર્થ ટાંક વર્ષ 2012થી માનસિક અસ્વસ્થ હતા.
તેમની સારવાર પણ ચાલી રહી હતી. હાલમાં પોલીસે શિક્ષકના પડવાના CCTV ફૂટેજ મેળવી લીધા છે. ત્યારબાદ પોલીસ બિલ્ડીંગના બીજા લોકોની સાથે પૂછપરછ કરી શકે છે. હાલમાં પોલીસ તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે.
ભાવનગરમાં થોડા સમય પહેલા શિક્ષિકાએ આપઘાત કર્યો હતો :
થોડા દિવસ પહેલા ભાવનગર જિલ્લામાં આવેલ કોળીયાક ગામમાં શિક્ષિકાએ આપઘાત કર્યો હતો. 36 વર્ષીય શિક્ષિકા ભાવનાબેને પોતાના ઘર નજીક આવેલ જળુંબ કૂવામાં પડીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કર્યાં પહેલા ભાવનાબેને ઘરમાં એક બુકમાં સુસાઈડ નોટ પણ લખી હતી.
આ સૂસાઇડ નોટમાં ભાવનાબેને કહ્યું હતું કે, હું ગામ કૂવામાં પડીને મારો જીવ આપું છું, મારો માધવ તથા મારા મમ્મી પપ્પા મારા બંને ભાઈયો હું સાવ જ કંટાળી ગઈ છું. મને જરા પણ શાંતિ નથી. મારું મન કઈ સારું વિચારતુ નથી. હું કંઈ સહન કરી શકતી નથી. નોકરી પર કામ કરવામાં પણ ખુબ તકલીફ પડી રહી છે. જે મારાથી થતું નથી. હું સહન કરી શકતી નથી. મારાથી ક્યારેય ભૂલ થઇ હોય તો માફ કરશો….તમારી ભાવના.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle