AC કોમ્પ્રેસરના ગોડાઉનમાં ભીષણ આગ, ધુમાડાને લીધે દેખાયા કાળા ડીબાંગ વાદળો- જુઓ ભયંકર દ્રશ્યો

આગની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે અવારનવાર રાજ્યમાંથી ભીષણ આગ લાગી ઉઠવાની ઘટના સામે આવતી હોય છે. જેને લીધે માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે. આવી જ અન્ય એક આગની ઘટના રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી સામે આવી છે.

અમદાવાદ શહેરના રીલિફ રોડ પર આવેલ એસીના કોમ્પ્રેસરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગની ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર બ્રિગેડની એકસાથે 15 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. આની સાથે જ આગને કાબુમાં લેવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

આગને કારણે દૂરદૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યાં છે. જ્યારે આગને કારણે અનેક લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયાં છે. જ્યારે વીજળી ઘરથી રિલીફ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. ગેસના બાટલા ફાટ્યા હોવાની વાત સામે આવી છે.

એસીની દુકાનમાં આગ લાગી ઊઠી છે. કોમ્પ્રેસર ભરતા આગ લાગી છે તેમજ એકસાથે 25 જેટલા બાટલા ફાટ્યા છે. હજુ પણ અંદર અનેક બાટલા છે. જ્યારે આ બનાવમાં એક વ્યક્તિને ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *