જેતલસરની દિકરીની ક્રુર હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા અપાવવા મુખ્યમંત્રી રૂપાણી…

થોડા દિવસ પહેલા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં બનેલી ઘટના વિષે સૌ કોઈ જાણતા જ હશે. અહી એક દિકરીને ગામના જ કેટલાક અસામાજીક તત્વો…

થોડા દિવસ પહેલા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં બનેલી ઘટના વિષે સૌ કોઈ જાણતા જ હશે. અહી એક દિકરીને ગામના જ કેટલાક અસામાજીક તત્વો દ્વારા ફીલ્મી ઢબે ઘરમાં ઘૂસીને આ જુવાનજોધ દિકરીને ઘરની બહાર ખેંચી લાવીને છરીના ઘા ઝીંકી દ‌ઈને હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અને રાજ્યના પાટીદાર સહિતના તમામ સમાજોમાં આના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

આવા નરાધમી કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા કરવાની માંગણીઓ કરવામાં અવી છે. આ આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે અને તેના પરીવારને યોગ્ય ન્યાય મળે તે માટે લેખિતમાં મુખ્યમંત્રીને સંબોધી નેત્રંગ મામલતદારને ખોડલધામ સમિતિ નેત્રંગ, ખોડલધામ મહિલા સમિતિ અને સરદારધામ મહિલા સમિતિ દ્વારા સંયુક્તમાં આવેદન આપવામાં આવ્યું હતું.

આવેદનમાં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામે એક દિકરીની તેના માતા-પિતા ઘરે ન હતા ત્યારે એકલતાનો લાભ લઇ તેના જ ગામના અસામાજિક તત્વ દ્વારા હુમલો કરીને બળજબરી પૂર્વક ઘરની બહાર ખેંચીને છરીના ઘા મારીને બેરહેમી પૂર્વક નિર્દયી હત્યા કરી છે. આ ઘટના સ્થળે તેનો ભાઈ પોતાની બહેનને બચાવવા જતા તેને પણ હુમલાખોર જયેશ સરવૈયાએ છરીના ઘા મારીને ઈજાગ્રસ્ત કર્યો હતો. આ ઘટનાએ સમાજમાં અસુરક્ષાનું ખોફનાક વાતાવરણ ઉભુ કરી દીધુ હતું. કંપારી છૂટી જાય તેવી આ ઘટના આખા દેશ અને સમાજ માટે કલંકરૂપ બની છે.

જો આવી ઘટનાઓ બાબતે કડક પગલા લેવામાં ન આવે તો સમાજમાં અમાનવીય વિકૃતિઓને વેગ મળી જાશે એવો સહુ કોઈને ડર સતાવી રહયો છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જ્ઞાતિવાદ કે ધર્મવાદને ધ્યાનમાં લીધા વગર એક સાચી માનવતા દાખવીને આપણા દરેક ઘરની દિકરીને ફરી ક્યારેય આવી દુ:ખદ કરતુત સહન કરવી ન પડે તે માટે અવસાન પામેલ દિકરીને આપણી પોતાની દિકરી સમજી તેની હત્યાના આરોપી સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા કરાવી સાચો ન્યાય અપાવવા માંગણી કરવામાં આવી હતી. સંવેદનશીલ મુખ્યમંત્રી આપ ઉચ્ચ સિધ્ધાંતોને અને યોગ્યતાને વરેલા હોવાથી સત્યનો અસ્ત નહીં થવા દો એવી આશા વ્યક્ત કરી ન્યાયની માંગ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *