રામ મંદિર નિર્માણ માટે ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં જ મળ્યું અધધધ… આટલા કરોડનું દાન- આંકડો જાણી

હાલમાં એક ખુબ ગર્વ થાય એવી જાણકારી સામે આવી છે. શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના નિધિ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં કુલ 100 કરોડ રૂપિયાની નિધિ સમર્પણ થયું છે ત્યારે 31 જાન્યુઆરીથી બીજા તબક્કાનું અભિયાન વિશ્વ હિન્દુ પરિષદ કરવા માટે જઇ રહ્યું છે.

હવે વિહીપ લોકોના ઘર-ઘર સુધી જઇને સમર્પણ નિધિ એકત્ર કરવામાં આવશે. ઉત્તર ગુજરાત પ્રાંતના અભિયાન પ્રમુખ અશ્વિન પટેલ જણાવે છે કે, ગુજરાત શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ દ્વારા હવેથી બીજા તબક્કાનું સમર્પણ નિધિ અભિયાનની શરૂઆત થશે.

15 જાન્યુઆરીથી લઈને 27 ફેબ્રુઆરી સુધી ચાલનાર શ્રી રામ જન્મ ભુમિ તિર્થક્ષેત્રના નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત બીજા તબક્કા વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ તથા વિચાર સંસ્થાઓના કાર્યકર્તાઓ હવે ઘરે-ઘરે સંપર્ક કરીને પ્રત્યેક હિન્દુને મંદિર નિર્માણ કાર્યની સાથે જોડવા માટે જઈ રહ્યાં છે.

અત્યાર સુધીમાં પ્રથમ તબક્કામાં 100 કરોડની રકમ સમર્પણ નિધિમાં આવી છે. 10, 100 તથા 1000 રૂપિયાની પાવતી દ્વારા ગુજરાતના 18,556 ગામોમાં તમામ ઘર સુધી પહોંચવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. બીજા તબક્કાનું અભિયાન 31 જાન્યુઆરીથી શરૂઆત થશે તથા 27 ફેબ્રુઆરી સુધી ચાલશે.

પ્રથમ તબક્કામાં બધાં વર્ગના લોકોએ રામજન્મ તિર્થ ભુમિ ક્ષેત્ર માટે નિધિ સમર્પણમાં ઉત્સાહ જોવા મળ્યો છે. બીજા તબક્કામાં લાખો કાર્યકર્તા જશે પણ આની સાથે મહિલાઓ પણ ડોર ટૂ ડોર જઇને નિધિ સમર્પણમાં લોકોને ભાગીદારી કરાવશે. એક અંદાજ પ્રમાણે હજુ 100 કરોડ રૂપિયા ફંડ મળી શકશે.

હવે વ્યાપક જનસમુદાય સુધી પહોંચવાનો સમય છે. પ્રથમ તબક્કામાં નિધિ સમર્પણની સાથે જ અમારા કાર્યકર્તાઓને સમાજના હૂંફ તથા શ્રી રામલલા પ્રત્યેની અતુટ આસ્થાના પણ દર્શન થયા છે કે, જેથી હવે બીજા ચરણમાં લાખો કાર્યકર્તાઓ ઘરે-ઘરે જવા માટે અત્યંત આતુર છે. રાષ્ટ્રીય સ્વાભિમાનની પુન: પ્રતિષ્ઠાના નારા સાથે શરૂઆત થયેલ આ અભિયાનમાં જોડવા હિંદુ સમાજ પણ ખુબ આતુર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *