હાલમાં બળાત્કારના કેસોમાં દિવસેને દિવસે ઘણો વધારો જોવા મળ્યો છે. એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મહિલાઓ પર સગો ભાઈ કે કોઈ પણ સંબંધી હોવા છતાં દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે. આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થિની એક વર્ષ પહેલાં ટ્યૂશન ક્લાસીસમાં ગઇ હતી ત્યારે ટ્યૂશન ક્લાસીસ ચલાવતી મહિલાના પતિએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થિનીએ આ ઘટનાની જાણ કોઇને કરી નહીં પરંતુ એક વર્ષ બાદ મહિલાના પતિની હેવાનિયતની હકીકત વિદ્યાર્થિનીના પરિવારજનોને ખબર પડતા તેમણે ફરિયાદ કરી હતી. જેથી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, એક વર્ષ પહેલાં નિકોલ વિસ્તારમાં રહેતી એક મહિલા ઘરે ટ્યૂશન ક્લાસીસ ચલાવતી હતી. રવિવારના દિવસે ટ્યૂશન ક્લાસીસમાં પરીક્ષા હોવાના કારણે તમામ વિદ્યાર્થીઓ આવ્યા હતા. ટ્યૂશન ક્લાસીસમાં પરીક્ષા પૂરી થતાં મહિલાના પતિએ દરેકને ઘરે જવાનું કહ્યું હતું. પરંતુ ધોરણ નવમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને બેસી રહેવાનું કીધું હતું જેથી વિદ્યાર્થિની ગભરાઇને બેસી રહી હતી. આ દરમિયાન મહિલાના પતિ દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીએ આ ઘટના ઘરે કોઇને કહી નહીં.
ત્યારબાદ તેના પરિવારજનોને આ અંગે ખબર પડતાં વિદ્યાર્થિનીને પૂછ્યું હતું. જ્યાં તેણે સમગ્ર હકીકત કહી દીધી હતી. નિકોલ પોલીસ દ્વારા આ મામલે ટ્યૂશન ટીચરના પતિ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ રેપનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આધેડ આરોપી જગદીશ ઘેલાણી નિકોલમાં જ રહે છે. તેની પત્ની ટ્યુશન કલાસ ચલાવે છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, આરોપી નાસ્તાની લારી ચલાવે છે. પણ રવિવાર હોવાથી તે ઘરે હતો અને તે દિવસે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી હતી.
પરીક્ષા બાદ એકલતાનો લાભ લઇ આરોપી જગદીશે આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે આરોપીએ એક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું કે અન્ય કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આ હરકત કરી ચૂક્યો છે તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.