રાજ્યમાંથી અવારનવાર પ્રેમીપંખીડાઓની ઘટના સામે આવતી હોય છે. ઘણીવાર સંતાનોની માતા પણ પ્રેમીના પ્રેમમાં પાગલ થઈને ઘરેથી ફરાર થઈ જતી હોય છે. હાલમાં આવી જ એક ચોંકાવનાર ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. પૂર્વ અમદાવાદમાં પતિને પિતરાઈ બહેનની સાથે આડાસંબંધ હોવાને લીધે તેમને સમજાવવા માટે પત્નીએ 181 હેલ્પલાઈનની મદદ માંગી હતી.
હેલ્પલાઈનની ટીમ કાઉન્સિલિંગ માટે ત્યાં આવી ત્યારે પરિણીતાએ જણાવ્યું હતું કે, હું નોકરી પર જવું એટલે મારા પતિને મળવા માટે મારી ફોઈની વિધવા છોકરી અહીં આવે છે તથા પતિના મોબાઈલમાં તપાસ કરતાં એ બંનેનાં સાથે ફોટા છે. જેથી મહિલા ટીમ દ્વારા પતિ તથા પિતરાઈ બહેનને પ્રેમસંબંધ ન રાખવા માટે જણાવ્યું હતું.
એમ છતાં બંને એકબીજાથી જુદાં પડવાની ના પાડતા હતા. જેથી મહિલા ટીમ દ્વારા બંનેને કાયદાકીય ભાષામાં સમજાવતાં છેવટે બંનેએ કોઈ સંબંધ ન રાખવા માટે કહ્યું હતું. 181 અભયમની ટીમને મહિલાનો ફોન આવ્યો હતો કે, મારા પતિને મારા ફોઈની વિધવા છોકરીની સાથે પ્રેમ સંબંધ છે. જેને લીધે મહિલા હેલ્પલાઈનની ટીમ ત્યાં આવી હતી.
181ની ટીમ દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ કરતાં કહ્યું હતું કે, 7 વર્ષ અગાઉ નોકરી વખતે સાગરની સાથે સંપર્ક થયા પછી બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો. ત્યારપછી બંનેએ લવ મેરેજ કરી લીધા હતા. લગ્ન જીવનથી બંનેને એક બાળક છે. મહિલા તથા સાગર બંને નોકરી કરી રહ્યાં છે.
બંનેનો નોકરીનો સમય અલગ-અલગ હોવાંથી મહિલા નોકરી પર જાય ત્યારે પતિ સાગર ઘરે હોય છે. આ દરમિયાન મહિલાને પાડોશમાં રહેતાં લોકોએ જણાવ્યું હતું કે, તમે નોકરીઓ જાઓ છો ત્યારે તમારા પતિને મળવા માટે એક યુવતી આવે છે.
જેથી એક દિવસ મહિલા નોકરી પર રજા રાખીને ઘરે રોકાઈ હતી. આ દરમિયાન મહિલાની ફોઈની વિધવા છોકરી ઘરે આવી હતી. ફોઈની છોકરી હોવાને લીધે મહિલાને પહેલાં શંકા ગઈ ન હતી પરંતુ ત્યારપછી મહિલાએ પતિનો મોબાઈલ ચેક કરતાં એમાંથી પતિ તથા પિતરાઈ બહેનનાં ફોટા મળી આવ્યા હતા.
ત્યારપછી મહિલાએ પતિ તથા પિતરાઈ બહેનને સમજાવ્યા પરંતુ તેઓ એકબીજાને છોડવા માટે તૈયાર ન હતા. છેવટે 181ની ટીમે પણ બંનેને અલગ થવા માટે જણાવ્યું હતું પરંતુ તેઓ જુદા થવા માંગતાં ન હતા. છેવટે 181ની ટીમ દ્વારા કાયદાકીય રીતે બંને સમજાવતાં બંનેની શાન ઠેકાણે આવી હોવાંથી એકબીજાની સાથે સંબંધ ન રાખવા માટે માની ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.