ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)માં જાહેરમાં ગંદકી ફેલાવનારની હવે ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં ગંદકી કરનારની દુકાનને સીલ કરી દંડની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર(AMC) દ્વારા રાઉન્ડ લઇને રોડ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, શહેરમાં 271 જગ્યાએ તપાસ કરી 219 લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વાર નોટિસ ફટકારી કુલ 28 હજાર 350 રૂપિયા જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો અધિકારીઓને કડક આદેશ:
અમે તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં સફાઈ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને જાહેર રોડ પર કચરો ફેકનાર લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શાહીબાગ વોર્ડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડફનાળા ચાર રસ્તા અને રાજસ્થાન હોસ્પિટલ સહિતના વિસ્તારો અને જયારે બીજી બાજુ પશ્ચિમ વિસ્તારમાં વાસણા, નવરંગપુરા, મેમનગર, નારણપુરા અને પકવાન ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેકનારા કુલ 9 પાન પાર્લર, હોટલ અને દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. જ્યારે 1.23 લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લખનીય છે કે, 271 જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી અને જેમાં 219 લોકોને નોટિસ આપવામાં આવી અને 28,350 જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઇએ કે, ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલા માર્ટિનો’ઝ પિઝા, નવરંગપુરા લવકુશ પાન પાર્લર સહિતના 8 એકમોને ગંદકીને લઈને સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે પકવાન ચાર રસ્તા નજીક આવેલા જલારામ પરોઠા હાઉસને પણ ગંદકી બાબતે જાણ કરવામાં આવી છે અને ત્યાર બાદ બપોરે તપાસ કરવામાં આવતા ફરીવાર ગંદકી જોવા મળતા તેને પણ સીલ કરી દેવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, હવે ગંદકી ફેલાવવામાં આવશે તો પોલીસ દ્વારા તેની વિરુધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સાથે દંડ પણ ફટકારવામાં આવશે. મહત્વનું છે કે, શહેરમાં 271 જગ્યાએ તપાસ કરી 219 લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વાર નોટિસ ફટકારી કુલ 28 હજાર 350 રૂપિયા જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.