ગુજરાત: યુવકે મિત્રની પત્નીનો બિભત્સ વીડિયો બનાવી માણ્યું શરીરસુખ અને કર્યું…

ગુજરાતમાં અવાર-નવાર કોઈને કોઈ જગ્યાએ યુવતીઓ હવસનો શિકાર બનતી હતોય છે. ત્યારે આવી જ એક ધટના અમદાવાદમાંથી સામે આવી છે અમદાવાદમાં નાશાવાળી ચોકલેટ ખવડાવ્યા બાદ બેભાન થતા મિત્રએ જ મિત્રની પત્નીના બિભત્સ વીડિયો ઉતાર્યો હતો, અને ત્યારબાદ વીડિયો વાઇરલ કરવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહી પણ પરણિતા પર અવાર-નવાર બળાત્કાર ગુજારી સૃષ્ટી વિરુધનું કૃત્ય આચનાર બિલ્ડરની ધરપકડ કૃષ્ણનગર પોલીસે કરી છે.

કૃષ્ણનગર પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 26 ઓગસ્ટના રોજ બની હતી. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલા 2017માં તેમના પતિ સાથે લગ્ન પ્રસંગે ગઇ હતી. જ્યાં પતિના મિત્ર બિલ્ડર સુનીલ ભંડેરી મળ્યા હતા અને લગ્નમાંથી પરત આવ્યા બાદ સુનિલે મહિલાના પતિને ફોન કરી કહ્યું કે, તારી પત્નીએ જે સાડી પહેરી હતી તે બહુ સારી છે તે મારી પત્ની માટે લેવાની છે. આમ કરી મિત્રના ઘરે સુનીલ અવાર નવાર ઘરે આવતો રહેતો હતો.

3 જૂન 2017ના રોજ મહિલાનો જન્મદિવસ હોવાના કારણે સુનીલ મિત્રના ઘરે ચોકલેટ લઇને આવ્યો અને મિત્રની પત્નીને ચોકલેટ ખાવા આપી હતી. ચોકલેટ ખાધા બાદ ફરિયાદી મહિલા બેભાન થઇ જતા સુનીલે તેના બિભત્સ વીડિયો બનાવી લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ત્યારબાદ પણ આરોપી સુનિલ અવાર નવાર મહિલાના ઘરે આવતો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો રહેતો હતો.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ સમગ્ર ઘટના જણાવતા કહ્યું કે, આરોપી બિલ્ડર સુનિલ ભંડેરી જુદી જુદી હોટલમાં લઈ જઈને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લઈ જતો હતો અને ત્યાં બળાત્કાર ગુજારી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સુનિલની હરકતો ઘણા સમયથી ચાલુ જ રહી હતી. દરમ્યાન વર્ષ 2019માં 11 ઓક્ટોબરના રોજ સુનીલ અને મિત્રની પત્ની ઘરે એકલા હતા. આ સમયે ઝઘડો થતા મહિલાએ સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સુનીલને મળવાનું બંધ કરતા સુનીલે લોકોને મોકલી ધમકી આપતો હતો. જેથી આ મામલે રેખાએ સુનીલ સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ કૃષ્ણનગર પોલીસે બિલ્ડર સુનીલ ભંડેરીને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આરોપીની વધુ પૂછપરછ બાદ નવા શું ખુલાસાઓ સામે આવે છે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *