અમદાવાદ(Ahmedabad): શહેરમાં ફરી એક વખત વ્યાજખોરો(Usurers)ના ત્રાસને લઈને ઘટેલી ઘટના સામે આવી છે. જોકે આ વખતે વ્યાજખોરોના ત્રાસથી માત્ર કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ દંપતીએ એક સાથે આત્મહત્યા કરીનેં દામ્પત્ય જીવન(Conjugal life) પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. સોલા પોલીસે ત્રણ વ્યાજખોરો સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા હિતેશ પંચાલ અને એકતા પંચાલ ભવાન પૂરા સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી રહેતા હતાં. બે વર્ષ અગાઉ મૃતક હિતેશ પંચાલે 12 ટકાના વ્યાજે રૂપિયા 4 લાખ લીધા હતા અને અન્ય જીતુ વાઘેલાના વ્યાજે આપનાર વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયા પણ વ્યાજે લીધા હતા. જોકે મૃતક હિતેશ ભાઈએ આત્મહત્યા કરતા પહેલા પરિવારને મેસેજ કર્યા હતા કે તે વ્યાજના પૈસા ભરી ભરીને હું થાકી ગયો છું, મે મૂડી કરતા વ્યાજ વધારે પ્રમાણમાં ભરી દીધું છે. તેમ છતાં વ્યાજખોરો જલાંભાઈ દેસાઈ, જગદીશ દેસાઈ અને અને જીતુ વાઘેલા મને વ્યાજના પૈસાને લઇને ધાક ધમકીઓ આપી રહ્યા છે.
તેઓએ મને ધમકી આપતા કહ્યું હતું કે, જો તમે વ્યાજના પૈસા નહિ આપો તો તમારા ઘરને લોક કરી દેવામાં આવશે, અને તે જ કારણથી હું અને મારી પત્ની આત્મહત્યા કરી રહ્યા છીએ. પરિવારમાં સભ્યોએ મેસેજ અને લોકેશનના આધારે જ્યારે તપાસ કરી તો કડી પાસે આવેલ શિયાપુરા કેનાલ પાસેથી મૃતક હિતેશનું બાઈક અને તેની પત્નીનો મોબાઈલ મળી આવ્યો હતો. મૃતક હિતેશ પંચાલનો મૃતદેહ 27 તારીખના રોજ વિરમગામમાંથી મળી આવ્યો હતો અને પત્નીનો મૃતદેહ લીલાપુર લખતર પાસે મળી આવ્યો હતો.
જોકે પરિવારના સભ્યોએ પોલીસને આ સમગ્ર ઘટના અંગે જાણ કરતા સોલા પોલીસે મૃતક પત્નીનો મોબાઇલ અને પરિવારને કરેલા મેસેજને આધારે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ દુષ્પ્રેરણા, શારીરિક માનસિક ત્રાસ હેઠળની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
હાલ તો સોલા પોલીસ દ્વારા ત્રણ વ્યાજખોર સામે ગુનો નોંધીને આરોપીઓ પકડવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીઓ પકડાયા બાદ સામે આવશે કે વ્યાજખોરીનો વ્યવસાય કેવી રીતે અને કેટલા સમયથી આવી રીતે લોકોને લૂંટીને અને ધક ધમકીઓ આપીને ચલાવતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.