માતાજીના નામે કુકર્મ કરતા પાંખડી ભૂવાના અનેક વિડીયો આવ્યા સામે- જુઓ કેવા કરી રહ્યો છે નાટક

Suraj Bhuvaji Video: ધારા મર્ડર કેસ (Dhara murder case)નો આરોપી અને માતાજીના નામે કુકર્મ કરતો પાંખડી ભૂવો સૂરજ ભુવાજી (Suraj Bhuvaji Case) વૈભવી લાઇફસ્ટાઇલ જીવવાનો શોખીન છે. પાંખડી ભૂવાના ધતિંગ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોઈ શકાય છે. તેમની સોશિયલ મીડિયા (Suraj Bhuvaji Video) પ્રોફાઇલ ચેક કરતા તેમના ફોટા તથા વીડિયો સામે આવ્યા છે, જેમાં તે ધૂણતો દેખાઈ રહ્યો છે.

ત્યારે આ વિડીયો પરથી કહી શકાય કે, માતાજીના નામે કુકર્મ કરતો સૂરજ એ એક પાંખડી ભૂવો જ છે. વિડીયો જોઈ શકાય છે કે, કેવી રીતે સાંકળો પોતાના માથા પર મારી રહ્યો છે.

હાલમાં આ વિડીયોને આધારે એક વાત તો ચોક્કસ પણે કહી શકાય છે કે, આ ભૂવો પાંખડી ભૂવો હતો.

મહત્વનું છે કે, લોકમાનસમાં તેણે એક એવી છાપ ઊભી કરી હતી કે, જેને લોકો ખૂબ માનતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Milap Nimavat (@ii_milap_sarkar_ii)

આ સિવાય તેના સોશિયલ મીડિયામાં તેના ઘણાં ઘૂણતા હોય તે પ્રકારના વીડિયો પણ મૂકવામાં આવ્યા છે. તેમાં પણ જોઈ શકાય છે કે, ફૂલોના ઢગલા વચ્ચે સૂરજ બેઠો હોય છે અને ધૂણતો દેખાઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માતાજીના નામને આડે આવા કુકર્મ કરતો આ કોઈ પહેલો બનાવ નથી. આ અગાઉ પણ અનેક આવા બનાવ સામે આવી ચૂક્યાં છે. આપણી આજુબાજુ આવા અંધશ્રદ્ધાના નામે કાળાકામ કરતા લોકોની સંખ્યા ઓછી નથી.

અંધશ્રદ્ધાના નામે લોકોને છેતરતા ઘણાં ઢોંગી-પાખંડી લોકો ફરી રહ્યા છે. તેઓ હજુ પણ આ પ્રકારના કુકર્મ કરતા જોવા મળતા હોય છે. ત્યારે આવા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે અને અંધશ્રદ્ધામાંથી બહાર આવવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *