ગુજરાત: ભાભી બાથરૂમમાં નહાતી હતી અને પાડોશી યુવકે કર્યું એવું કામ કે…

અમદાવાદ શહેરમાં આવેલ ગોમતીપુર વિસ્તારમાં એક ગલીમાં રહેતી મહિલાને નહાતી વખતે પાડોશીનો કડવો અનુભવ થયો છે. વાત એમ હતી, કે પાડોશી યુવક મહિલા નહાવા ગઈ હતી, ત્યારે તેના ફોટો પાડતો હતો અને મહિલાએ આ જોઈ જતા તેને ઠપકો આપ્યો હતો. જેને કારણે આવી હરકત કરનાર યુવકના પરિવારજનો દ્વારા બોલાચાલી અને મારામારી થતા આ સમગ્ર મામલાની ગોમતીપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની જાણકારી એવી છે, કે અમદાવાદના ગોમતીપુરની એક ગલીમાં ૩૩ વર્ષની એક પરિણીતા રહે છે. આ પરિણીતા સવારમાં બાથરૂમમાં નહાવા બેઠી હતી. આ પરણિતાનું ઘર જ્યાં આવેલું છે, ત્યાંથી સામેના ઘર અને પોતાના ઘરની વચ્ચે એક જગ્યા રહેલ છે.

જ્યાં દોરી બાંધીને આજુબાજુમાં કપડાં નાખીને ઓરડી જેવું બાથરૂમ બનાવવામાં આવેલ છે. આ જ બાથરૂમમાં પરિણીતા નહાવા બેઠી હતી ત્યારે સામેથી એક યુવક એના ઘરમાં ઉપરથી તેને જોતો હતો અને મોબાઇલમાં  ગડમથલ કરતો હતો. પરિણીતાને આ યુવક તેનાં ફોટો અથવા વિડિયો મોબાઇલમાં લેતો હોવાની આશંકા જતા તેણે નાહિને તરત જ યુવકના પરિવારજનો ને આ બાબતની જાણ કરી હતી.

જો, કે યુવકના પરિવારજનોએ તેમના દીકરા નો વાંક સ્વીકારવાની જગ્યાએ બોલા-ચાલી કરીને મારામારી શરૂ કરી હતી. જેથી, પરિણીતાએ તેના પતિને વાત કર્યા પછી આ સમગ્ર મામલો પોલીસ-સ્ટેશને પહોંચ્યો હતો. ગોમતીપુર પોલીસ-મથકે આ મામલે 4 થી પણ વધુ લોકોની સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *