ગુજરાત હાઈકોર્ટે વાલીઓને આપ્યા મોટા ખુશીના સમાચાર- શાળા સંચાલકોને મોટો ફટકો

હાલમાં વિશ્વભરમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે.તમામ લોકોના ધંધા-રોજગાર પણ બંધ પડી ગયાં છે,ત્યારે આવાં સમયગાળામાં લોકોને આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો છે.તેથી…

હાલમાં વિશ્વભરમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે.તમામ લોકોના ધંધા-રોજગાર પણ બંધ પડી ગયાં છે,ત્યારે આવાં સમયગાળામાં લોકોને આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો છે.તેથી વાલીઓને પણ પોતાનાં બાળકોની ફી અંગે પણ ભારણ વધતું જાય છે.

કોરોના કહેરની વચ્ચે સ્કૂલની ફીનાં મુદ્દે વાલીઓને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. સ્કૂલ ખુલે નહી ત્યાં સુધી સંચાલકોને ફી માગી નહી શકે એવો કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે. હાલમાં કોરોના મહામારીની વચ્ચે પણ વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકતા નથી, ઓનલાઈન શિક્ષણ હોવા છતાં પણ સ્કૂલ સંચાલકો મનફાવે તેમ વાલીઓ પાસેથી ફી ઉઘરાવી રહ્યા છે, ત્યારે બેફામ ફી મુદ્દે વાલીઓએ કોર્ટમાં એક અરજી પણ કરી હતી.

આ અરજી પર સુનાવણી થતા જ બેફામ ફી ઉઘરાવતા સંચાલકોને હાઈકોર્ટે એક ફટકાર આપી છે. સ્કૂલ સંચાલકો પણ વાલીઓને ફી માટે દબાણ નહીં કરી શકે. અને જો તેમ છતાં કોઈ સ્કૂલના સત્તાધીશો ફી બાબતે દબાણ કરાય તો DEO કડક પગલા ભરે તેવો નિર્ણય કરાયો છે.

આ વિશે મળતી માહિતી મુજબ, ગુજરાત હાઇકોર્ટે સ્કુલની ફી મામલે વાલીઓને આજે સૌથી મોટી રાહત આપવામાં આવી છે. હાઈકોર્ટે આજે પીટિશન પર સૂનાવણી કરતા જણાવતાં કહ્યું હતું કે, સ્કૂલો ખુલે નહી ત્યાં સુધી શાળા સંચાલકો સ્કુલ ફીની માંગણી કરી શકશે નહી.

કોરોના સંકટની વચ્ચે સ્કુલ સંચાલકો ગમેતેમ ફી ઉઘરાવતાની સામે હાઇકોર્ટે ફટકાર લગાવતા સ્કૂલ સત્તાધીશોમાં નિરાશા વ્યાપી ગઈ છે. જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફીની માટે શાળાઓ વાલીઓ પર દબાણ નહિ કરી શકે. સ્કૂલ તરફથી ફી ભરવા પર દબાણ કરે તો DEO ને કડક પગલાં લેવાના રહેશે. કોરોનાના કપરા સમયમાં વિદ્યાર્થીઓની ફી ભરવા માટે સ્કૂલો દ્વારા દબાણ થતા જ હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *