ગુજરાત: મહિલા દુકાનમાં ખરીદી કરવા ગઈ, અચાનક દુકાનદારની નજર બગડી અને…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે મહિલાઓ પરનો શારીરિક અને માનસિક ત્રાસ ખુબ જ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના નિકોલમાં પણ એક મહિલા ગ્રાહકને કડવો અનુભવ થયો…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે મહિલાઓ પરનો શારીરિક અને માનસિક ત્રાસ ખુબ જ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના નિકોલમાં પણ એક મહિલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. નિકોલમાં એક દુકાનદાર માલિકે જ મહિલા ગ્રાહકના ગાલ પર બચકું ભર્યું હોવાની ઘટનાને પગલે હોબાળો મચી જવા પામ્યો છે.

આ ઘટનામાં જાણવામાં આવી રહ્યું છે, કે એક 30 વર્ષીય મહિલા ગ્રાહક દુકાનમાં પાણીની બોટલ ખરીદીને પૈસા આપવાં જતી હતી, ત્યારે જ દુકાનદારની નજર બગડી હતી અને તેણે મહિલાના ગાલ પર બચકું ભરી લીધું હતું, તેટલું જ નહીં તેણે બળજબરીપૂર્વક સ્પર્શ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ ઘટનાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશને દાખલ કરવામાં આવી છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં આવેલ નિકોલ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય એક મહિલા નિકોલ વિસ્તારમાં જ આવેલ ધનરાજ નોવેલ્ટી પ્લાસ્ટિકની સ્ટોરમાં ખરીદી કરવા માટે નીકળી હતી. ત્યારે જ તેણે થોડી ચીજવસ્તુઓની ખરીદી કરીને સામાન મૂકીને તે પાછી તે જ દુકાનમાં આવી હતી, ત્યારે જ દુકાનનાં માલિકે કંઈપણ બોલ્યા વગર મહિલાના બંને હાથને પકડી બળજબરીપૂર્વક સ્પર્શ કરી બળ વાપરીને મહિલાના ગાલ પર બચકું ભરી લીધું હતું. આ ઘટનાને લીધે અહી હોબાળો મચી જવા પામ્યો છે.

મહિલાની સાથે થયેલ આવાં અભદ્ર વર્તન પછી તે રીતસરની ડરી ગઈ હતી, અને તેણે ક્રોધમાં આવીને આરોપીને પાઠ ભણાવવા માટે એક તમાચો પણ મારી દીધો હતો. તેટલું જ નહીં,પરંતુ મહિલાએ પોતાના ઘરે જાણ કરી હતી અને તેનાં પતિની મદદથી તેણે આ મામલાની ફરિયાદ પણ દાખલ કરી હતી.

બીજી તરફ નિકોલ પોલીસે ફરિયાદને આધારે તપાસ કરતા જણાવવામાં આવ્યું હતું કે, આરોપીનું મૂળ નામ મુકેશ પ્રજાપતિ છે. આ મહિલા 15 દિવસ પહેલા જ ટિફિન ખરીદવાને માટે આરોપીની દુકાને ગઈ હતી. ત્યારપછી કોઈ કારણસર તે વસ્તુને બદલાવવા માટે ફરીથી તે જ દુકાને ગઈ હતી. જો કે, નવી વસ્તુ આપી ન હતી.

ત્યારપછી મહિલા બીજીવાર મંગળવારે પાણીની બોટલ લેવા માટે એ જ દુકાન પર ગઈ હતી. પાણીની બોટલ લીધા પછી રૂપિયા આપતી વખતે આરોપીએ ખરાબ હરકત કરી હતી. આ મામલાની ફરિયાદ દાખલ થયા પછી પોલીસે પણ આગળની તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *