રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. જેમાં નાના-મોટા સૌને પતંગ લૂંટવાની મજા આવે છે. પરંતુ ક્યારેક આ મજા, સજા પણ બની જાય છે. ગુજરાતના નડીયાદમાં આવો જ એક કિસ્સો બનેલો છે. પતંગ લુંટવા જતા એક બાળકને 11,000 કિલોવોટનો વીજળીનો કરન્ટ લાગ્યો હતો.
મળતી માહિતી મુજબ, નડિયાદમાં એક 9 વર્ષનો બાળક અયાન પોતાના ઘરની અગાસી પર પતંગ ચગાવતો હતો. અચાનક એક કપાયેલી પતંગ આવતા, પકડવા માટે જતા બાજુમાં રહેલો 11,000 વોલ્ટનો હાઇવોલ્ટેજ વાયરનો કરંટ લાગ્યો અને તરત જ 6 થી 7 ફૂટ હવામાં ફંગોળાયો ગયો. કરંટ લાગતાની સાથે જ તેનો શ્વાસ રોકાઈ ગયો, શરીર આખુ ભુરુ પડી ગયું, નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું અને ખેંચ આવવા લાગી હતી. અંતે અયાન કોમામાં જતો રહ્યો હતો.
ડોકટરોનું કહેવું હતું કે, બાળકનું હૃદય માત્ર 5-૧૦ % જ કામ કરતુ હતુ. અયાનની કંડીશન ખુબ જ ક્રિટીકલ થઇ ગઈ હતી. તેને એમ્બ્યુલન્સમાં ચાલુ સારવારે જ અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યો. બાળકોના ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. હાર્દિક પટેલ અને ડો. દેવાંગ સોલંકી અને હોસ્પિટલની ટીમે બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી.
સામાન્ય તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના ફેફસામાંથી સતત લોહી નીકળી રહ્યું છે. એટલું જ નહિ પરંતુ તેનો ખેચો પણ બંધ થતી ન હતી. તે ઉપરાંત તેના મગજમાં પણ સોજો આવી ગયો છે. અયાનના મોટા ભાગના અંગો કામ કરતા બંધ થઇ ગયા હતા. કરંટનો પાવર વધારે હોવાથી તેના સ્નાયુઓ તૂટી રહ્યા હતા. તેની કિડની અને લીવર સાથે બીજા અંગોને પણ નુકસાન થયું હતું. આથી ડોક્ટરોએ અયાનને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી.
તેના ફેફસામાંથી લોહી નીકળવાનું સતત ચાલુ જ હતું અને મગજ ઉપર સોજો આવવાથી તેની દવાઓ ચાલુ કરવામાં આવી હતી અને હૃદય કામ કરવા લાગે તે માટે ત્રણ પ્રકારના ઇન્જેક્શનો શરૂ કરવામાં આવ્યા હતા. એટલું જ નહિ સાથોસાથ ખેંચને બંધ કરવા અન્ય ચાર પ્રકારના ઇન્જેક્શન ચાલુ કરાયા હતા. આ ઉપરાંત સ્નાયુઓ, કિડની અને લીવર માટે પણ દવાઓ શરૂ કરવામાં આવી હતી.
અયાનની હાલત એટલી ગંભીર હતી કે, તેની સારવાર લગભગ 12 દિવસ સતત ચાલી હતી. અયાનની સારવારમાં ડોકટરોનું કહેવું છે કે, તેમણે સાત દિવસની અથાક મહેનત કર્યા બાદ અયાન ક્રિટીકલ સ્થિતિમાંથી બહાર આવ્યો હતો. હાલ અયાન એકદમ તંદુરસ્ત છે. ડો. હાર્દિક પટેલનું કહેવું છે કે, આવા કેસ ખુબ જ ઓછા જોવા મળે છે જ્યાં બાળક સંપૂર્ણ પણે સ્વસ્થ થઇ જાય છે અને એટલું જ નહિ પણ તેના બધા જ અંગો પાછા નોર્મલ થઇ જાય છે. ભાગ્યે જ કોઈ બાળક બચી જાય તો પણ તેનામાં શારીરિક અથવા માનસિક ખોડખાંપણ રહી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.