પહેલા વરસાદમાં જ રોડમાં ખાડા પડતા ગુજરાતીઓને દેખાયો “ગાંડો વિકાસ” જુઓ વિડીયો

ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદ, સુરત, અરવલ્લી, ડભોઈ, જુનાગઢ અને રાજકોટ જેવા શહેરોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે પણ દર વખતની જેમ રોડ રસ્તાઓ ઉપર મસમોટા ભુવા પડવાની શરૂઆત પહેલા વરસાદમાં જ થઈ ગઈ છે. અમદાવાદમાં ગઈ કાલે જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી હતી.

ચોમાસુ પહેલા આવેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. અમદાવાદ શહેરમાં શુક્રવારે સાંજે પડેલા નહીવત વરસાદે બોપલ વિસ્તારમાં બનેલા રોડની પોલ ખોલી નાખી છે. સાઉથ બોપલમાં નહીવત વરસાદના કારણે રોડ બેસી ગયા હતા અને મસમોટો ભૂવો પડ્યો હતો. જેમાં એક ટેમ્પો ટ્રાવેલ બસ પણ ફસાઈ ગઈ હતી. માત્ર સામાન્ય વરસાદમાં બોપલના રોડ બેસી જતાં નગરપાલિકા અને ઔડાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. હજી તો એક જ વરસાદ પડ્યો છે એમાં તો આખે આખા રોડ બેસી જતા હોય તો સમગ્ર ચોમાસા દરમ્યાન બોપલવાસીઓની હાલત વધુ ખરાબ થાય તેવી પરિસ્થિતિ ઉભી થાય તે વાત શક્ય જ છે.

બોપલ- ઘુમા નગરપાલિકાના પ્રમુખ જીગીષાબેન શાહનું કહેવું છે કે, રસ્તાનું સમારકામ ચાલતું હોવાથી રસ્તો બંધ હોવા છતાં લોકોએ રસ્તો ખોલી દેતા અવરજવર વધી હતી. વાહનનોની અવર જવર થતા રોડ બેસી ગયો હતો. જેને કારણે એક ગાડીના પૈડા જમીનમાં ખૂંપી ગયા હતા. જોકે કોઈને ઇજા થઈ નથી.

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ સમારકામ કરેલો રોડ દબાઈ ગયો હતો. જેને કારણે અનાજથી ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે ચલાવનાર અને ક્લિનરને થોડી ઇજા પહોંચી છે. સવારના દસ વાગ્યા સુધી અમદાવાદ મહાનગરપાલિકાના કોઇપણ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યોા ન હતા. જેનો માલ હતો તે બીજા ટ્રાન્સફર થઇ રહ્યો હતો. અહીના સ્થાનિકોનું કહેવું છે કે, અહીં રોડ એવો છે કે વરસાદ આવે એટલે દબાઈ જાય છે અને આવી ઘટના બનતી રહે છે.

ઘટના સીસીટીવીમા કેદ

સવારના 5.44 કલાકે ટ્રક મેઘાણીનગરના આશીર્વાદ હૉસ્પિટલ પાસેથી પસાર થાય છે અને અચાનક જ રસ્તા ઉપરથી પસાર થતી ટ્રક પલટી ખાઇ જાય છે.

આવી જ એક ઘટના સુર્યનગરી સુરતમાં બની છે. સુરતના કતારગામ વિસ્તારમાં પણ વરસાદના કારણે રોડ પોલા પાડતા એક ટ્રક રોડમાં ઊંડાણ પૂર્વક ઘુસી ગયો હતો. ટ્રક ફસાતા લોકોને અવરજવરમાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *