ઉત્તરાયણના તહેવાર પહેલા જ જાહેર જનતાની સલામતી માટે અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

Uttarayan 2024: આગામી તારીખ 14/01/2024 ના રોજ અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ (Uttarayan 2024) પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વને અનુલક્ષીને હું જી.એસ.મલિક પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.08.11.82ના નોટિફિકેશન નં.જીજી/422/સીઆરસી/1082/એમ તથા ગૃહ વિભાગના તારીખ 07/01/1989ના સંકલિત જાહેરનામાં નં. જીજી/ફકઅ/1088/6750/મ, અનુસંધાને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-37 (1)અન્વયે મને મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં તારીખ 03/12/2023ના કલાક 00/00 થી તા.16/01/2023ના કલાક 24/00 સુધી નીચે દર્શાવેલ કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

1.કોઇ પણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગે રસ્તા / ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા ઉપર

2.આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ-સ્પીકર વગાડવા ઉપર

3.આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉકેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર

4.શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બાંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઇપણ પાનુના તારના લંગર બનાવી આમ-તેમ શેરીઓ,ગલીઓ, જાહેર રસ્તાઓ ઉપર દોડા-દોડી કરવા ઉપર

5.રસ્તાઓ ઉપર ગલીઓમાં ટેલિફોન / ઇલેક્ટ્રિકના બે વાયરો ભેગા થયાની શોર્ટ સર્કિટના કારણે તાર તૂટી જવાથી અકસ્માતો સર્જાય ગંભીર બનાવો બનતા હોય છે, જેથી ટેલિફોન કે ઇલેક્ટ્રિકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઇપણ પાનુના તાર લંગર દોરી) નાખવા ઉપર તેમજ તેમાં ભરાયેલ પતંગ કે દોરી કાઢવા ઉપર

6.જાહેર માર્ગો ઉપર કોઇપણ વ્યક્તિઓ દ્વારા જાહેરમાં ધાસચારાનું વેચાણ કરવા ઉપર અને આમ-જનતા દ્વારા આ ધાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાય/ પશુઓને ધાસચારો નાખી ટ્રાફિક અવરોધ ઊભો કરવા ઉપર

7.પ્લાસ્ટિક પાકા સિન્થેટિક મટિરિયલ, ટોક્સિક મટિરિયલ, કાચ પાવડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી નાયલોન/ચાઇનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરાના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર / દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા ઉપર

8.ચાઈનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને પરાશ કે ઉપયોગ કરવા ઉપર/ઉડાડવા ઉપર પ્રતિબંધ છે.

આ હુકમ અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇસમો વિરુદ્ધ કલમ – 188 તથા જી.પી.એક્ટ 1951ની કલમ 131 મુજબ લેખિત ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *