અત્યાર સુધીમાં તો ગુજરાતમાં દારૂની હેરફેર કરનાર લોકોની ધરપકડ કરવામાં આવી હોય તેમજ ઘરમાં અથવા તો અન્ય કોઈ જગ્યાએ દારૂ છુપાવ્યો હોય એવી કેટલીક ઘટનાઓને લઈ સમાચાર સામે આવતા હોય છે. હાલમાં આવા જ એક સમાચાર ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યાં છે.
બુટલેગરોએ તો હવે શાળાઓને પણ નથી બક્ષી. સમગ્ર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો બેફામ રીતે રાજ્યમાં દારૂ ઘુસાડવા માટેનાં નવા-નવા પેતરા અજમાવી રહ્યાં છે. ગુજરાત પોલીસે અત્યાર સુધીમાં ઘણીવાર બુટલેગરોનાં અડ્ડાઓ પર દરોડા પાડીને કરોડો રૂપિયાનો દારૂનો મુદામાલ કબજે કર્યો છે ત્યારે હવે અમદાવાદમાં આવેલ સરસપુર વિસ્તારની ઉર્દૂ શાળામાં દારૂનો અડ્ડો પકડાયો હોવાનાં સમાચાર સામે આવી રહ્યાં છે.
આપને જણાવી દઈએ કે, કોરોનાને કારણે હાલમાં સમગ્ર રાજ્યમાં શાળા તથા કોલેજો બંધ છે ત્યારે દારૂની હેરફેર કરવાં માટે બુટલેગરોએ નવો પેતરો અપનાવ્યો છે. સરસપુરમાં આવેલ ઉર્દૂ શાળા બંધ હોવાથી એનો લાભ ઉઠાવી બુટલેગરોએ શાળાને જ દારૂનો અડ્ડો બનાવી દીધો હતો. પોલીસને આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા.
પોલીસે કાર્યવાહી કરતી વખતે બંધ શાળામાંથી કુલ 178 ક્વોટર તથા કુલ 40 નંગ દારૂની બોટલ મળી આવી હતી. મળેલ જાણકારી મુજબ પોલીસે દરોડા પાડીને કુલ 46,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે શાળા તથા કોલેજો બંધ રહેલી છે.
તેથી ત્યાં કોઈ અવરજવર ન થતા તથા શાળા બંધ હોવાનો લાભ ઉઠાવી બુટલેગરોએ શાળાને જ દારૂનો અડ્ડો બનાવ્યો હતો. પોલીસે આ અંગે કહ્યું હતું કે, આ દારૂ જૂનો હોય તથા એવી જગ્યાએ હતો જ્યાં વધારે પડતી અવરજવર ન થતા સંતાડીને રાખવામાં આવ્યો હતો. જો કે, હવે આ દારૂ શાળામાં કોણ મૂકી ગયું છે તેમજ ક્યાથી આવ્યો છે એ અંગેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle