ગુજરાત- પોલીસ કોન્સ્ટેબલ ડયુટી પર ગેરહાજર રહી, દારૂ પીને ગર્લફ્રેન્ડ સાથે ઘુસ્યો બીજાના ઘરમાં અને…

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો નિયમ માત્ર જનતા માટે જ ઘડવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પાલન કરવાની જવાબદારી જેમની છે તે પોલીસ અધિકારી જ  દારૂના કાળા ગોરખ ધંધાઓમાં સપડાયેલા હોવાની ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. અમદાવદમાં આવેલ સાબરમતીના રાણીપ પોલીસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ દારૂ પીને એક સોસાયટીમાં યુવતીને લઈને ઘુસી ગયો હતો. કોઈકના ઘરમાં આ કોન્સ્ટેબલ ઘુસી જતા લોકોએ તેને પકડી રાખ્યો અને તેનો વારો પાડી દીધો હતો. બાદમાં પોલીસને જાણ કરાતા સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરના રાણીપ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા અને શાહીબાગ પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ચાવડા આજે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. યુવતીને લઈને આ કોન્સ્ટેબલ સાબરમતીમાં આવેલા ધર્મનગર સોસાયટીમાં એક વ્યક્તિના ઘરના સ્ટોરરુમ તેમજ બાથરુમ સુધી પહોંચી ગયો હતો. સ્થાનિક મહિલા જાગી જતા કોન્સ્ટેબલ અને યુવતીને જોઈને ગભરાઈ જતા લોકોને બોલાવ્યા હતા. લોકોએ કોન્સ્ટેબલને પકડીને તેને ખખડાવ્યો હતો.

સાબરમતી પાવર હાઉસ કોલોની સામે ધર્મનગર વિભાગ-2 માં રહેતા આકાશભાઇ આકાશભાઇ ધનેશકુમાર હરીયાણીએ રાતે 3.13 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને એક પોલીસ કોન્સ્ટેબલ દારુ પીધેલી હાલતમાં તેમના મકાનના કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને બાથરૂમ અને સ્ટોર સુધી આવીને ધમાલ કરી રહ્યો હોવાની ફરિયાદ કરી હતી. જેના આધારે સાબરમતી પોલીસ આવી હતી અને તપાસ કરતા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ કલ્યાણસિંહ ચાવડા દારૂ પીધેલી હાલતમાં આકાશભાઇના ઘરમાંથી મળી આવ્યા હતા. પોલીસે આ કોન્સ્ટેબલની  સામે પ્રોહીબિશન નો ગુનો નોંધી ધરપકડ કરી હતી. રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.બી. ખાંભલાએ જણાવ્યું હતું કે, પોલીસકર્મી ઉપેન્દ્રસિંહ ચાવડાની પીસીઆર વાનમાં નાઈટ ડ્યુટી હતી પરંતુ રાતે ડ્યુટી પર આવ્યા ન હતા અને ગેરહાજર મળી આવ્યા હતા.

પોલીસનું કહેવું છે કે, ધર્મનગર વિભાગ 2 માં મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ એક વૃદ્ધા જાગી જતા તેમના ઘરના સ્ટોરરૂમનો દરવાજો ખુલ્લો જોતા બહાર તપાસ કરી હતી. બહાર પગરખા પડયા હોવાથી પરિવારને જગાડ્યો હતો. સ્ટોરરૂમમાં જોતા પોલીસની વર્ધી પહેરેલો એક યુવક અને તેની સાથે એક યુવતી હતી. બહાર રોડ વચ્ચે જ ગાડી ઉભી રાખી આ બને ઘરમાં ઘુસી ગયા હતા. બાદમાં પોલીસને જાણ કરાતા ઉપેન્દ્રસિંહ ચાવડા સામે કાર્યવાહી કરી હતી. ઉપેન્દ્રસિંહ શાહીબાગ પોલીસ લાઈનમાં રહે છે. તેની નોકરી પીસીઆર વાનમાં નાઈટમાં હતી પણ તે ગેરહાજર મળી આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપેન્દ્રસિંહના પત્નીએ 8 મહિના પહેલા આત્મહત્યા કરી લીધી હતી. જે બાબતે ઉપેન્દ્રસિંહ વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરવા દૂષ્પ્રેરણા અંગે ગુનો નોંધાયો હતો. આખરે આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સાબરમતી પોલીસ આવી પહોંચી હતા અને દારુ પીધેલી હાલતમાં પોલીસ કર્મચારીની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *