હાલમાં સમગ્ર ઉત્તરપ્રદેશમાં આવેલ હાથરસની ઘટનાનાં વિરોધમાં કૉંગ્રેસ દ્વારા સમર્થિત પ્રતિકાર રેલીનું આયોજન થવાનું છે. કોચરબ આશ્રમથી લઈને ગાંધી આશ્રમ સુધી યોજાનાર આ રેલીમાં કૉંગ્રેસ સહિતના બીજા પક્ષના જે કાર્યકર્તાઓ જોડાશે. એને લીધે પોલીસને ટોળા એકત્ર થવાની આશંકા રહેલી છે.
ટોળા એકત્ર થવાની કોરોના ફેલાવવાનો ડર રહેલો છે જેને લીધે પોલીસે આ રેલીની પરવાનગી આપી નથી. પોલીસે જણાવતા કહ્યું છે કે, પરવાનગી ન હોવાને લીધે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવશે. કાર્યવાહી કરવામાં આવશે. આ વિશે અમદાવાદ પોલીસના સેકટર 1 જેસીપી રાજેન્દ્ર અસારીએ પ્રતિક્રિયા આપી છે.
આ દરમિયાન મળેલ જાણકારી પ્રમાણે રેલીનું આયોજન કરતા પહેલાં કૉંગ્રેસના કાર્યકારી યુવા અધ્યક્ષ હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસે હાર્દિકની અમદાવાદનાં નિવાસસ્થાનેથી અટકાયત કરી લેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તથા યુવા નેતા હાર્દિક પટેલને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ધાંગધ્રા શહેરનું વોરંટ બતાવીને સાંતેજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
હાર્દિક પટેલને સાંતેજ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યાં છે. જેસીપી અસારીએ જણાવતા કહ્યું હતું કે, એક પણ રેલીને પરવાનગી આપવામાં આવી નથી જેને લીધે બધી જગ્યા પર પૂરતો પોલીસ ફોર્સ હાજર રહેશે. પરવાનગી ન હોવાને કારણે પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવશે.
કોચરબ આશ્રમથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કોરોનાને લીધે પરવાનગી આપવામાં આવી નથી. રેલીને જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પરવાનગી આપવામાં આવી નથી. પ્રતિકાર રેલીનું આયોજન ન થાય એની માટે કુલ 3 DCP તથા સેકટર-1 ના બધા જ PSI-PIને બંદોબસ્તમાં રાખવામાં આવ્યાં છે.
અમદાવાદમાં કોંગ્રેસની નીકળનાર પ્રતિકાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. એને ધ્યાનમાં લઇ શહેર ટ્રાફિક વિભાગ દ્વારા અમુક વિસ્તારો પર ટ્રાફિક બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
આ રૂટ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે :
અમદાવાદમાં સુભાષ બ્રિજ સર્કલથી વાડજ સર્કલ, ઉસ્માનપુરા ચાર રસ્તા ,બુટાસિહ ચાર રસ્તા, ડિલાઇટ સર્કલ, નહેરુબ્રિજ ચાર રસ્તા ,ટાઉન હોલ ,પાલડી ચાર રસ્તાથી લઈને NIDથી વાડજ સ્મશાનગૃહ, રિવરફ્રન્ટ સુધીનો રૂટ બપોર 12 વાગ્યાથી લઈને રાત્રીના 7 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle