અમદાવાદ(ગુજરાત): ખાખી બદનામ થઈ હોવાની ફરી એક વખત ઘટના જોવા મળી છે. અમદાવાદમાં નવા નરોડામાં આવેલી એક સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ત્યારે એક શિક્ષિકા પરીક્ષામાં નિરીક્ષક તરીકે નોકરી કરી પછી પરીક્ષા પૂર્ણ કરી બપોરે સ્કૂલના કમ્પાઉન્ડમાંથી વાહન લઇને ઘરે જવા નીકળી હતી. તે જ સમયે ખાખી વર્દીમાં બંદોબસ્તમાં આવેલા પોલીસના એક માણસે મહિલા શિક્ષિકાની છાતી પર હાથ રાખ્યો હતો. જેથી આ મહિલા શિક્ષિકાએ બૂમાબૂમ કરતાં અન્ય સ્ટાફના લોકો આવી ગયા હતા. પોલીસને જાણ કરતાં કૃષ્ણનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. મહિલા શિક્ષિકાની ફરિયાદ લઇ પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ ગોહિલ વિરુધ છેડતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
42 વર્ષની એક મહિલા તેમના પરિવાર સાથે નવા નરોડામાં રહે છે અને નવા નરોડા ખાતે આવેલી એક શાળામાં શિક્ષિકા તરીકે છેલ્લા 8 વર્ષથી નોકરી કરે છે. હાલમાં સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ આપવા માટે સવારે 7 થી 1 સુધી તેઓ સ્કૂલે જાય છે. શનિવારે સ્કૂલમાં ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા આસિસ્ટન્ટ ટ્રાયબલ ડેવલપમેન્ટ અધિકારી વર્ગ 3 ની પરીક્ષાનું સેન્ટર હોવાથી તેઓની સ્કુલમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
આ મહિલા શિક્ષિકાની ફરજ ખંડ નિરીક્ષક તરીકેની હોવાથી તેઓ સવારે સ્કૂલે હાજર થયા હતા. બપોરે પરીક્ષાની કામગીરી પૂર્ણ કરી તેઓ 1 વાગ્યાની આસપાસ કમ્પાઉન્ડમાંથી તેમની એકટીવા લઇ ઘર તરફ જવા માટે રવાના થયા હતા.
ત્યારે બંદોબસ્તમાં આવેલા એક ખાખી વર્દી પહેરેલ વ્યક્તિએ અચાનક મહિલા શિક્ષિકા પાસે આવી તેમની છાતીના ભાગે હાથ અડાવી છેડતી કરી હતી. મહિલા શિક્ષિકા ગભરાઇને બુમાબુમ કરતા સ્ટાફના 4 થી 5 લોકો ત્યાં આવી ગયા હતા. પછી આ વ્યક્તિને પકડી પાડ્યો હતો. ત્યારબાદ 100 નંબર ઉપર ફોન કરી પોલીસને જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને હાજર પોલીસ કર્મી મહિપતસિંહ રાજુભા ગોહિલની ધડપકડ કરીને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જ્યાં તેની વિરુધ છેડતીની ફરિયાદ પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
`નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.