અમદાવાદમાં ન્યૂઝ ચેનલની એન્કર યુવતીની છેડતી, કારમાંથી યુવકે કર્યા બિભત્સ ચેનચાળા- જાણો અહિયાં

રાજ્યમાં મહિલાઓ પરનાં શારીરિક અને માનસિક ત્રાસનાં કિસ્સાઓમાં દિનપ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ તો માત્ર સામાન્ય મહિલાઓ અને બાળકીઓની છેડતી તથા દુષ્કર્મના કેસોની જાણકારી સામે આવતી હતી. પરંતુ લોકશાહીના ચોથો આધારસ્તંભ એવા મીડિયાની એન્કર યુવતીની પણ છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે.

અમદાવાદમાં ખાનગી ન્યૂઝ ચેનલની એન્કરની છેડતીએ ભારે હોબાળો મચાવ્યો છે. આ બનાવમાં એન્કર યુવતીની એક્ટિવાનો પીછો કરીને ધરાધમ યુવકે બિભત્સ ચેનચાળા કર્યા હતા. ત્યારપછી વસ્ત્રાપુર પોલીસ-મથકમાં ગુનોં નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા અને શક્તિકરણના બણખાં ફૂંકી રહી છે, પણ આવાં બનાવો છાશવારે સામે આવતા બધાંજ દાવાઓ પોકાર સાબિત થઈ રહ્યા છે. આ ઘટનાની મળતી માહિતી અનુસાર ચેનલની એન્કર યુવતી તેના ઘરથી ઓફિસ જવા માટે નીકળી હતી. આ સમયગાળા દરમિયાન કારમાંથી એક યુવાને યુવતીનો પીછો કર્યો હતો.

આ ઘટનામાં વધુ જાણકારી મળી હતી કે, છારોડીની નજીકથી નરાધમ યુવક યુવતીનો પીછો કરતો હતો. યુવતી ડરને લીધે એસ.જી હાઈવેથી જજીસ બંગલો રોડ બાજુ નીકળી હતી. પરંતુ આ કાર ચાલકે તેનો પીછો છોડ્યો ન હતો. માનસી સર્કલ પાસે પહોંચતા જ કાર ચાલકે યુવતીને ખરાબ ઈશારા પણ કર્યા હતા. યુવકની આવી હરકત પછી યુવતી ડરી ગઈ હતી અને પોલીસને પણ જાણ કરી હતી.

પોલીસને ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચે એ પહેલાં જ આ નરાધમ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારપછી યુવતીએ આખાં બનાવની જાણ કરતા જ પોલીસે અજાણ્યા યુવકની સામે ફરિયાદ પણ નોંધી છે. પોલીસે આ મામલે હાલમાં CCTV ફૂટેજના આધારે જ વધુ શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *