અમદાવાદ(Ahmedabad): શહેરમાં ભારે વરસાદ પછી ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આખા અમદાવાદ શહેરમાં પોશ વિસ્તારથી લઈને પછાત વિસ્તાર, તમામ જગ્યાઓ પાણી પાણી થઇ ગઈ છે. વાત કરવામાં આવે તો ઘરો અને દુકાનોમાં પણ હજુ પાણી ઉતર્યા નથી.
ત્યારે આ બધાની વચ્ચે રસ્તાઓની તો વાત જ ક્યાં પૂછવી, કારણ કે, એવામાં શાહીબાગ(Shahibaug) વિસ્તારના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં એક આખે આખી કાર ભૂવામાં સમાઈ ગઈ છે. આ તસ્વીરો જોઇને તમારી આખો પણ પહોળી થઇ જશે.
ત્યારે આ તસ્વીરો જોઇને અનેક સવાલો ઉદભવી રહ્યા છે કે, શું આવી જ રીતે લોલમલોલ ચાલી રહી છે? આવા અનેક ભૂવાઓ પડવાના બનાવ સામે આવે છે, ત્યારે તેની પાછળ જવાબદાર કોણ? ભુવાઓને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ? માત્ર આટલું જ નહિ, ભારે વરસાદ ખાબકવાને કારણે અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર અનેક સવાલો ઉદભવી રહ્યા છે.
અમદાવાદ આખું થયું જળબંબાકાર:
શહેરમાં મોડી રાત્રે વરસેલા ધમાકેદાર વરસાદના કારણે આખું શહેર જળબંબાકાર થઇ ગયું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં અને સોસાયટીઓમાં ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પાણી ભરાવવાને કારણે વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી ગયો છે. ત્યારે આ દરમિયાન શહેરના પ્રહલાદનગર રોડ પર ઔડાના તળાવની પાળી તૂટતા તળાવના પાણી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ફરી વળતા આખેઆખું પાણીથી ભરાય ગયું છે.
આખી રાત ખાબકેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીમાં પણ ઠેર-ઠેર પાણી ભરાઇ જવાને કારણે લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રહલાદનગર, શ્યામલ, જીવરાજ પાર્ક અને પાલડીમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.
તો બીજી બાજુ અમદાવાદ શહેરના નિકોલ, નરોડા, કૃષ્ણનગર, ઓઢવ, રખિયાલ, હાટકેશ્વર, ઈસનપુર અને અજીત મીલ વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. આ સિવાય શહેરના અન્ય વિસ્તારોમાં મણિનગર, જજીસ બંગલો, રાણીપ, મીઠાખળી, બોપલ, ઘુમા, ગોતા, ચાંદલોડિયાઅને પરિમલ અંડરપાસમાં પાણી ભરાઇ જવાને કારણે વાહનચાલકોએ સવાર-સવારમાં નોકરીએ ફરી-ફરીને બીજા રસ્તેથી જવાના દહાડા આવી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.