જુઓ કેવી રીતે બે ઈસમો કારચાલક ગાડીમાં હાજર હતો અને ઉડાવી ગયા લાખો રૂપિયા

હાલમાં કારમાંથી ઓઇલ ટપકે છે તેમ કહીને કાર માંથી કીમતી વસ્તુઓઓની ચોરી કરતી ગેંગ ફરી એક વાર સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. એક આધેડ વ્યક્તિ ઓઢવ રીંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એકટીવા અને બાઈક પર આવેલા ઈસમોએ વારાફરતી ઈશારો કરતા ગાડી ઊભી રાખીને જોયું તો ગાડીના આગળના ભાગે ઓઇલ જોવા મળ્યું હતું. જેથી તેઓ બોનેટ ખોલી ને જોવા ગયાં અને કારની ડેકિમાંથી રૂપિયા બે લાખ ભરેલી બેગ ગાયબ થઈ ગઈ હતી.

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા અને બાંધકામનું કામ કરતા નીરવભાઈ પટેલ તેમના મેનેજરની દીકરીના લગ્નમાં જવા માટે બી એમ ડબલ્યુ કાર લઇને ડ્રાઇવર સાથે ઓઢવ રીંગ રોડ આવેલ ઓર્ચિદ હોટલ જઈ રહ્યા હતા. તે દરમિયાન હોટલ નજીક સર્વિસ રોડ પર પહોંચ્યા ત્યારે એકટીવા પર આવેલા બે ઈસમો દ્વારા તેમને ઈશારો કરવામાં આવ્યો હતો.

જોકે તેમને ઓકે કહી ગાડી આગળ જવા દીધી હતી. ત્યારબાદ થોડીવારમાં પાછળથી બાઈક પર બીજા બે ઈસમો આવ્યા હતા અને તેમને પણ ઈશારો કરતા ફરિયાદીએ ડ્રાઇવરને ગાડી ઉભી રાખવા માટે કહ્યું હતું.

જોકે, ગાડી ઉભી રાખીને જોયું તો ગાડી આગળ ઓઇલ જોવા મળ્યું હતું. જેથી ડ્રાઈવરે બોનેટ ખોલીને તપાસ કરી હતી. આ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમોએ તેમની ગાડીની ડેકીમાં પડેલા રોકડા રૂપિયા બે લાખ, 20 કારતૂસ અને અન્ય દસ્તાવેજો ભરેલી બેગ લઇને ભાગી ગયા હતા. જોકે, સમગ્ર ઘટનાની જાણ ફરિયાદીને થતાં તેમના દ્વારા આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે હાલમાં આ સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *