સોશિયલ મીડિયા પર અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી એક ઘટનાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં આવેલ SG હાઇવેની વોડાફોન હાઉસમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી રહી છે.
CCTV થી સજ્જ તથા સિક્યોરિટી હોવા છતાં 8 મહિનામાં 19 લાખની કિંમતનાં કુલ 76 જેટલા લેપટોપ ચોરી થઈ હતી. અહીં કામ કરતા કર્મચારીઓ માટે કુલ 1,074 લેપટોપ લાવવામાં આવ્યા હતા. વર્ષ પૂર્ણ થતાં સ્ટોક ગણતરીમાં ખબર પડી કે, તેમાંથી કુલ 76 લેપટોપ ચોરી થઈ ગયા છે. જેને કારણે અહીંના ડેપ્યુટી જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
શહેરના વેજલપુર બકેરી સિટીમાં રહેતા પ્રશાંત ભાઈ દિગવાલ SG હાઈવે પર આવેલ વોડાફોન હાઉસમાં ફરજ બજાવી રહ્યાં છે. તેઓ આ કંપનીમાં છેલ્લા 15 વર્ષથી નોકરી કરી રહ્યાં છે. વોડાફોન હાઉસના બિલ્ડીંગ-B માં છેલ્લા 2 વર્ષથી ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
હાલમાં કુલ 75 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. આ પ્રિમાઇસીસમાં ત્યાં ફરજ બજાવ્યા સિવાયના કોઈપણ વ્યક્તિને એન્ટ્રી આપવામાં આવતી નથી. અહીં કામ કરતા લોકોએ ઇસ્યુ કરેલ લેપટોપ પર જ કામ કરવાનું હોય છે. જેથી કંપનીએ માર્ચ વર્ષ 2020થી લઈને ઓકટોબર વર્ષ 2020 સુધીમાં કુલ 1,074 લેપટોપ અહીંના કર્મચારીઓ માટે ખરીદ્યા હતા.
જરૂર પડતી એવાં સમયે કર્મચારીઓને આપવામાં આવતા હતા. જેને કારણે અહીં કામ કરતા કર્મચારીઓની તપાસ કરવામાં આવતી હતી પરંતુ કોઈ જાણ ન થતા છેવટે 25,000 રૂપિયાનું એક લેપટોપ એવા કુલ 76 લેપટોપ કે જેની કિંમત કુલ 19 લાખ રૂપિયા થાય છે. જેની ચોરી થતા પ્રશાંત ભાઈએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle