શ્રેય હોસ્પીટલના ટ્રસ્ટીએ વિદ્યાર્થિનીને બાથ ભીડી શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું- જાણો વિગતે

કોરોનાની મહામારી આજે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચુકી છે. આ મહામારીને કારણે લાખો લોકોએ પોતાનાં જીવ પણ ગુમાવ્યાં છે. સમગ્ર રાજ્યમાં પણ કોરોનાનો વ્યાપ સતત વધતો જઈ રહ્યો છે. કોરોનાથી સંક્રમિત થયેલ દર્દીઓને હોસ્પીટલમાં રાખવામાં આવે છે. હાલમાં જ આજે જ એક ઘટના સામે આવી હતી.

અમદાવાદ શહેરનાં નવરંગપુરામાં આવેલ કોરોનાની શ્રેય હોસ્પિટલમાં આજે જ એક દુર્ઘટના સર્જાઈ હતી. તેમાં લાગેલ નાંઆગમાં કોરોનાનાં કુલ 8 દર્દીઓ જીવતાં જ ભૂંજાઈ ગયાં હતાં. શ્રેય હોસ્પિટલને લઈને એક પછી એક ઘણાં ખુલાસાઓ થઈ રહ્યા છે. શ્રેય હોસ્પિટલને ફાયર સેફ્ટીનું સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યું ન હતું.

તેમ છતાં ફાયરસર્ટી વિના AMCએ તેને કોવિડ હોસ્પિટલ બનાવવાની મંજુરી પણ આપી દીધી હતી. એટલું જ નહીં, પરંતુ શ્રેય હોસ્પિટલને હાલમાં સીલ પણ કરી દેવામાં આવી છે તેમજ પોલીસ દ્વારા પણ ટ્રસ્ટી ભરત મહંતની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.પણ આશ્ચર્યની વાત તો એ છે કે, હોસ્પિટલ ટ્રસ્ટી ભરત મહંતનાં ચરિત્રને લઈને પણ વધુ એક ખુલાસો હાલમાં થયો છે.

ભરત મહંતની વર્ષ 2015માં જ વિરુદ્ધ એક ફરિયાદ નોધવામાં આવી હતી. વિદ્યાર્થીનીની છેડતીનાં મામલે આ ફરિયાદમાં આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. શ્રેય હોસ્પિટલનાં ટ્રસ્ટી મામલે રાજકીય વર્ગ ધરાવતાં હોવાનો ખુલાસો થયા પછી હવે એમનાં ચરિત્ર વિવાદાસ્પદ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

વર્ષ 2015માં એમને એક વિદ્યાર્થિનીને બાથમાં લઈ જઈને છેડતી કરી હોવાનો આરોપ પણ લાગ્યો છે. શ્રેય હોસ્પિટલનાં ટ્રસ્ટી ભરત મહંતનાં કુકર્મને વિશે વાત કરીએ તો, વર્ષ 2015માં જ અમદાવાદમાં આવેલ નારણપુરા વિસ્તારમાં આવેલ ‘શ્રેય ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલાયન્ટ સાયન્સ નર્સિંગ’ની હોસ્ટેલનાં રૂમમાં એમણે એક વિદ્યાર્થિનીને તેનાં જ રૂમમાં બાથમાં લઈ જઈને શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

આ ફરિયાદમાં વિદ્યાર્થીનીએ ભરત મહંતની પર મોટા આરોપ પણ મૂક્યા હતાં. મૂળ તો દેવભૂમિ દ્વારકાની રહેવાસી યુવતી શ્રેય નર્સિંગ કોલેજનાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહી હતી. વિદ્યાર્થીની બપોરે એની બહેનપણીની સાથે હોસ્ટેલનાં જ રૂમમાં બેઠી હતી. ત્યારે જ ભરત મહંત એની રૂમમાં આવ્યા હતા તેમજ મને ખુબ જ માથું  દુ:ખે છે, મારે ચા પીવી પડશે, એવું કહેતાં જ અનિતાએ કિરણને ચા લેવાં માટે મોકલતાં અડપલાં પણ કર્યા હતાં.

શ્રેય ઈન્સ્ટિટ્યૂટનાં ટ્રસ્ટીનાં પતિ ભરત મહંતનાં આ કુકર્મથી વિદ્યાર્થીનીએ બુમાબુમ કરી મૂકતાં જ બીજો સ્ટાફ પણ ત્યાં દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીની પણ બચી ગઈ હતી. પણ એમ છતાં બધાં જ લોકોની હાજરીમાં ભરત મહંત આ યુવતીને ધમકી આપીને ત્યાંથી નીકળી પણ ગયાં હતાં. જો, કે પરિવારજનોની મંજુરી લઇને આ વિદ્યાર્થીનીએ આગલાં જ દિવસે યુનિવર્સિટીની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

અહિ ઉલ્લેખનીય છે, કે આજે સવારે બનેલ ઘટના પછી સંચાલક ભરત મહંતની અટકાયત કર્યાં પછી પોલીસે એમની પુછપરછ પણ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈને પણ છોડવામાં આવશે નહીં, CCTVનાં ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે. પોલીસ કુલ 4 ટ્રસ્ટીઓ પૈકી એક ભરત મહંતને જ પોલીસ પૂછપરછ કરવાં માટે લઈ ગઈ હતી.

પણ આ ઘટનામાં એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં હોસ્પિટલનાં ટ્રસ્ટી સવારથી જ હોસ્પિટલમાં હોવાં છતાં તંત્ર પણ ખોટું બોલીને જાણે બચવાનો પ્રયાસ કરી રહ્યાં હોય એમ દેખાઈ રહ્યું છે. ભરત મહંત હોસ્પિટલમાં હાજર હોવાં છતાં પણ ઢાંકપિછોડો કરીને ખોટું બોલવામાં આવી રહ્યું છે. આ ઘટનાની માહિતી થતાં જ અમદાવાદ કોર્પોરેશનનાં અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા.

કોર્પોરેશનનાં અધિકારી ભરત સોલંકીની સાથે ભરત મહંત પણ વાતચીત કરી રહ્યા છે, એ વીડિયોમાં સ્પષ્ટ જ જણાઈ આવે છે. એમ છતાં કોર્પોરેશનનાં અધિકારીએ ટ્રસ્ટીને છૂપાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ભાવિન સોલંકીની સાથે ભરત મહંત હોવા છતાં પણ ઢાંકપિછોડા કરાઈ રહ્યો છે. ત્યારે લોકોનાં મનમાં એક જ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે, કે શાં માટે કોર્પોરેશને જ આ સંચાલકને છૂપાવી રહ્યાં છે? શાં માટે ભરત મહંતને જ છૂપાવવાનો પ્રયત્ન AMC દ્વારા કરવામાં આવી રહ્યો છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *