Ahmedabad news: રાજ્યમાં અકસ્માતની ઘટના બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું. રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રાજ્યના અમદાવાદ શહેરના (Ahmedabad news) સિંધુ ભવન રોડ પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ગઈકાલે મોડી રાત્રે ફૂલ સ્પીડમા જઈ રહેલી થાર ગાડીએ બાઈક ચાલકને અડફેડે લીધો હતો.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલકનું ધટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ફૂલ સ્પીડમા ચાલી રહેલી થાર ગાડીની અડફેટે 18 વર્ષીય જયદીપ સોલંકીનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અકસ્માત સર્જી થાર ગાડીનો ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.બાઈક ચાલક સાથે તેના મિત્રો નાસ્તો કરવા માટે રાત્રે બહાર નીકળ્યા હતા. તે દરમિયાન આ અકસ્માતની ઘટના બનવા પામી હતી. આ મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, અકસ્માત કરનાર થાર ગાડીનો માલિક મયુરસિંહ ટાંક હોવાનું સામે આવી રહ્યું છે. મયુરસિંહ ટાંકે ગાડી તેમના મિત્ર હિરેન શાહના નામે લીધી હતી. કાર માલિક સાથે વાત કરતા ગાડી છેલ્લા 4 દિવસથી તેમના મિત્રને આપી હોવાનું જણાવ્યું હતું. અક્સ્માત અંગે પોતાને ખ્યાલ ન હોવાનું કાર માલિક દ્રારા જણાવામાં આવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App