અમદાવાદ(ગુજરાત): આજકાલ ઠેકાણે-ઠેકાણેથી પોલીસ દ્વારા દેહવ્યાપારના ગોરખધંધા પકડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે નરોડા(Naroda) પોલીસ દ્વારા અમદાવાદ(Ahmedabad)માંથી વધુ એક વાર હોટલમાં ચાલતા સેક્સ રેકેટનો(sex racket)નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અગાઉ પણ અનેક હોટલોમાં રેડ કર્યા બાદ હવે પોલીસ દ્વારા નાના ચિલોડા પાસેની પ્રિયા પેલેસ હોટલમાં(priya Palace) ચાલતું સેક્સ રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે.
જાણવા મળ્યું છે કે, હોટલમાં રેડ કરતા દેહ વિક્રય સાથે સંકળાયેલી ચાર યુવતીઓ અને ચાર ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તપાસમાં સામે આવ્યું કે, ભરત અને તાનિયા નામના દલાલો આ સેક્સ રેકેટ ચલાવતા હતા અને મુંબઈ તથા નેપાળની યુવતીઓને અહીં લાવવામાં આવતી હતી.
નરોડા પોલીસને બાતમી મળી હતી કે, નાના ચિલોડા પાસે એક હોટલમાં દેહવિક્રયનો ગોરખધંધો ચાલી રહ્યો છે. જેથી નરોડા પોલીસની ટીમ દ્વારા ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરાવવામાં આવતા શિખર કોમ્પ્લેક્સમાં પ્રિયા પેલેસમાં કૂટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસની ટીમે ત્યાં દરોડા પડ્યા હતા. ત્યાં રેડ કરતા જ કાઉન્ટર પરથી મેનેજર સૌરભ ભદોરીયા મળી આવ્યો હતો. જેની એક ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
બાદમાં પોલીસ દ્વારા હોટલના રૂમમાં તપાસ કરતા રૂમ નંબર 101માં ચાર યુવતીઓ મળી આવી હતી. આ યુવતીઓ પાસે દેહ વિક્રયનો ધંધો કરાવવામાં આવતો હતો. આ યુવતીઓ નેપાળ, મુંબઈની હોવાનું સામે આવ્યું છે. આ યુવતીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, ભરતસિંધી અને તાન્યા નામના દલાલો વતનમાંથી આ યુવતીઓને અહીં લાવી કુટણખાનું ચલાવતા હતા. ત્યારબાદ તપાસ કરતા સામે આવ્યું કે, હોટલના માલિક દોલત પેશવાની અને મેનેજર સૌરભ બહારથી ગ્રાહકો બોલાવી આ રેકેટ ચલાવતા હતાં.
આ ઉપરાંત, બીજી ટીમ દ્વારા તપાસ કરતા ચાર ગ્રાહકો રૂમ નંબર 102માં મળી આવ્યા હતા. જેથી હવે પોલીસ દ્વારા ઈમમોરલ ટ્રાફિકિંગ એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી મેનેજર સૌરભની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હોટલ સંચાલક અને બે દલાલો સહિત ત્રણ લોકો ફરાર હોવાથી નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે. હવે આ કેસમાં માલિક અને દલાલો પકડાયા બાદ આખા નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.